તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પાટનગરમાં સ્વચ્છતા ને સામાજિક સમરસતા સપ્તાહનો પ્રારંભ કરાયો

પાટનગરમાં સ્વચ્છતા ને સામાજિક સમરસતા સપ્તાહનો પ્રારંભ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકાદ્વારા તા. 25મી સપ્ટેમ્બરથી 2 ઓકટોબર દરમિયાન સ્વચ્છતા અને સામાજીક સમરસતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રવિવારે નગરના મેયર પ્રવિણભાઇ પટેલના હસ્તે સફાઇ ઝુંબેશ દ્વારા સપ્તાહનો પ્રારંભ થયો હતો. જેમાં તા. 25મી સપ્ટેમ્બરેને રવિવારે વોર્ડ નંબર 1થી 8માં આવેલા મહાનુભાવોની પ્રતિમાની સફાઇ, સ્લમ વિસ્તારની સફાઇ અને જનજાગૃતિ માટે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રવિવારે મેયર, ભાજપના કોર્પોરેટર અને કોંગ્રેસના કોર્પોરેટર મળીને સેકટોરમાં સફાઇ ઝુંબેશ હાથ ધરી હતી.

આજે ધાર્મિક-પ્રવાસન સ્થળોની સફાઇ કરાશે

ગાંધીનગરમાં મનપા દ્વારા સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તા. 26મીને સોમવારે વોર્ડ નંબર 1થી 8માં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોની સફાઇ યોજાશે.

રવિવારે સ્વચ્છતા-સામાજિક સમરસતા સપ્તાહના ઉદઘાટન પ્રસંગે મેયરે ઘ-2 ખાતેની સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સફાઇ કરી હતી. તસ્વીર-ધાર્મિકચૌહાણ

વોર્ડ 1થી 8માં સફાઇ, શેરી નાટકો જેવા કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...