તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • દહેગામમાં રહેણાંક મકાનોનો વાણિજ્ય હેતુ માટે ઉપયોગ કરનાર સામે કાર્યવાહી

દહેગામમાં રહેણાંક મકાનોનો વાણિજ્ય હેતુ માટે ઉપયોગ કરનાર સામે કાર્યવાહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રહેણાંક વિસ્તારમાં શાળાઓ, ટ્યુશન કલાસીસ,જનરલ સ્ટોર્સ ચાલતાં હોવાનું ધ્યાને આવ્યું

ભાસ્કર ન્યુઝ દહેગામ.

ગાંધીનગરજિલ્લાના દહેગામ શહેરનાં જુદા જુદા રહેણાંક વિસ્તારોમાં ઠેર ઠેર ખાનગી ટ્યુશનો કોચિંગ કલાસ અને કેટલાક સોસાયટીઓમાં મકાનોમાં ખાનગી શાળાઓ શરૂ થઇ છે.જેના કારણે પાલિકામાં કોમશિર્યલ ટેક્ષ નહી ભરી પાલિકાને મોટુ નુકશાન થાય છે.જયારે બીજી તરફ વીજ કંપનીને રહેણાક વિસ્તારનું બીલ ભરી નુકશાન કરે છે.આવા રહેણાંક વિસ્તારમાં ટયુશન કલાસિસ,કોચિંગ કલાસીસ,શાળાઓ બ્યુટી પાર્લર અને જનરલ સ્ટોર્સ ચલાવનારાઓનું સર્વે કરી તેમની પાસેથી કોમર્શિયલ ટેક્ષની વસુલાત કરવા ચીફ ઓફિસરે તાજેતરમાં કાર્યાલય આદેશ જાહેર કર્યો છે.

દહેગામ શહેરમાં છેલ્લા ધણા સમયથી તગડી ફી વસુલતાં ટયુશન કલાસિસ,કોચિંગ કલાસિસ,બ્યુટી પાર્લરો,રહેણાંક વિસ્તારમાં ધમધમી ઉઠયા છે.શહેરની કેટલીક સોસાયટીઓના મકાનમાં તો ઉચીં રકમની ફી નાખી શાળાઓ પણ શરૂ કરી દેવાઇ છે.જે અંગે પાલિકાને ભરવાનો થતો ટેક્ષ જેતે સંચાલકે રહેણાંક વિસ્તારનો ભરે છે.અને કોમર્શિયલ હેતુનો ઉપિયોગ કરી પાલિકાને નુકશાન પહોંચાડે છે.

બાબત પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરના ધ્યાને આવતાં તેમણે ટેક્ષ વિભાગના ઇન્સપેકટરને કાર્યાલય આદેશ જારી કર્યો હતો.

ચીફ ઓફિસર દ્વારા આદેશમાં જણાવ્યુ હતુ કે જે રહેણાંક વિસ્તારનો કોમર્શિયલ ઉપિયોગ થતો હોય તેટલા હિસ્સાની મિલકત વેરાની આકારણી તાત્કાલિક સુધારી માંગણા બીલ ઇશ્યુ કરવાનો આદેશ કર્યો છે.ચીફ ઓફિસરના આદેશ બાદ તંત્ર દ્વારા ખરેખરમાં સાચો સર્વે કરી માંગણા બિલ અપાશેતો પાલિકાને ટેક્ષની આવકમાં ચોક્કસ વધારો થનાર છે.

અન્ય સમાચારો પણ છે...