• Gujarati News
  • પોલીસ દ્વારા મોટર વાહન ચેકીંગની ઝુંબેશ ચલાવાશે

પોલીસ દ્વારા મોટર વાહન ચેકીંગની ઝુંબેશ ચલાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ દ્વારા મોટર વાહન ચેકીંગની ઝુંબેશ ચલાવાશે



જિલ્લામાંવાહન ચોરીના બનાવો વધતા જતા હોવાથી ગુના બનતા અટકાવવા પોલીસ દ્વારા મોટર વાહન ચેકીંગની ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. સંદર્ભે જણાવવામાં આવ્યું છે કે, વાહન માલિકોએ ડ્રાઇવીંગ લાયસન્સ અને વાહનોના કાગળો સાથે રાખવા ફરજીયાત છે. ચેકીંગ દરમ્યાન આવા દસ્તાવેજો રજુ કરવામાં નહીં આવે તો પોલીસ દ્વારા વાહન ડીટેઇન કરી લેવામાં આવશે.

જિલ્લા પોલીસ વડાએ મિલકત વિરોધી ગુનાઓનું પ્રમાણ ઘટાડવા પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસ તંત્રને દોડતુ કરવાના પ્રથમ ચરણમાં પોલીસને મોટર વાહન ચેકીંગની ઝુંબેશ ચલાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા થોડા સમયથી ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે. બાબતની જિલ્લા પોલીસ વડા દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.

જિલ્લાભરમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ અભિયાન શરૂ કરવામાં આવશે. ચોરીના વાહનનો શોધી કાઢવા પર વિશેષ ભાર મુકવામાં આવશે. સત્તાવાર પોલીસ સુત્રોએ જણાવ્યું કે, વાહન ચોરીના બનાવો વધુ બનતા હોવાથી શરૂ થનારી ઝુંબશ દરમ્યાન વાહન માલિક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ અને વાહનના કાગળો માગવામાં આવશે અને તે નહીં હોય તો વાહન ડીટેઇન કરી લેવામાં આવશે.પોલીસ દ્વારા હવે દરેક રસ્તાઓ પર વાહન ચેકિંગ હાથ ધરાશે જેમાં નિયમ તોડનારને દંડ પણ કરાશે.