છેતરપીંડીનાં ગુનામાં ફરાર દહેગામનાં શખ્સની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંચૂંટણી ટાણે વોન્ટેડ આરોપીઓને પકડવા તથા દારૂની હેરફેર અટકાવવા સમગ્ર જિલ્લાની પોલીસ સક્રિય બની છે. દરમિયાન ગાંધીનગર એસઓજી પીઆઇ પી આઇ સોલંકીની સુચનાથી એસએસઆઇ જી ડી પરમાર તેમની ટીમનાં જવાનો જે સી રાવત, કલ્પેશકુમાર સહિતની સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015માં નોંધાયેલા છેતરપીંડી તથા વિશ્વાસઘાતનાં કેસમાં વોન્ટેડ દહેગામનો શખ્સ કપિલ ગોપાલદાસ સાધુ ગાંધીનગર શહેરનાં સેકટર 21માં આર વર્લ્ડ સીનેમા પાસે આવવાનો હોવાની બાતમી મળી હતી. એસઓજી ટીમે બાતમીનાં આધારે વોચ ગોઠવીને આરોપી કપિલ સાધુને ઝડપી લઇને નરોડા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...