સેકટર 25માંથી ટાટા સુમો ગોલ્ડ કારની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરનાં સેકટરોમાં જાહેર સ્થળો તથા ફળીયામાંથી વાહન ચોરીનાં બનાવો વધી રહ્યા છે. જેમાં બાઇક, રીક્ષાઓ, કાર્સ તથા હેવી લોડીંગ વાહનો ચોરાઇ જવાનાં બનાવો પણ સતત વધી રહ્યા છે. ત્યારે સેકટર 25ની સહકાર કોલોનીમાંથી રૂ. 2 લાખની કિંમતની ટાટા સુમો ચોરાઇ જતા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. સેકટર 21 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર દહેગામનાં છાલાનાં રહેવાસી રમેશભાઇ શામળભાઇ પટેલે ગત તા 3જી ડીસેમ્બરનાં રોજ સેકટર 25ની સહકાર કોલોનીમાં બ્લોક નં 174 ખાતે પોતાની ટાટા સુમો ગોલ્ડ નં જીજે 18 પીપી 5505 પાર્ક કરી હતી. રૂ. 2 લાખની કિંમતની સુમો કોઇ ચોરી જતા તેમની ફરીયાદનાં આધારે પીએસઆઇ વી જી ખરચરીયાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...