એન્જિનીયરિંગ કોલેજનાં પ્રોફેસરનાં ઘરમાંથી ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રોફેસર સહપરીવાર ચરોતર ગયા હતા

ગાંધીનગરજિલ્લામાં ચૂંટણી તથા રાજકીય નેતાઓનાં બંદોબસ્તમાં પોલીસની વ્યસતતા વચ્ચે ઘરફોડ ચોરીઓનાં બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે સેકટર 2બીમાં રહેતા સેકટર 28 સ્થિત એ્ન્જીન્યરીંગ કોલેજનાં પ્રોફેસરનાં ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો દાગીનાં, ટીવી તથા રોકડ ઉઠાવી જતા પ્રોફેસરે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદનાં આધારે દિશામાં તપાસ હાથ ધરી છે.

શહેરની એ્ન્જીન્યરીંગ કોલેજમાં ફરજ બજાવતા દિનેશભાઇ દશરથભાઇ મેવાડા સેકટર 2બીમાં પરીવાર સાથે રહે છે. પ્રાપ્ત વિગતોનુંસાર દિનેશભાઇ ઘરે તાળુ મારીને ગત તા 1લી ડીસેમ્બરનાં રોજ સહપરીવાર ચરોતર વતનમાં ગયા હતા. જયાં 5 દિવસ રોકાયા બાદ ગત તા 6ઠ્ઠી ડીસેમ્બરનાં રોજ ઘરે પરત ફરતા ચોરી થયાની ખબર પડી હતી. ઘરમાં અંદર જઇને તપાસ કરતા વિડીયો કોન કંપનીનું ટીવી તથા તિજોરીમાં રાખેલ રૂ. 4 હજારની રોકડ તથા ચાંદીની બંગડીઓ મળીને કુલ રૂ. 26 હજારની મત્તા ચોરાઇ હોવાની ખબર પડી હતી. જે અંગે સેકટર 7 પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર દોડી આવીને પંચનામુ કર્યુ હતુ. ત્યારે દિનેશભાઇની ફરીયાદનાં આધારે પીએસઆઇ એફ એમ પરમારે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર પોલીસને રાજયમાં સૌથી વધુ બંદોબસ્ત કરવાનાં આવે છે. ત્યારે હાલ ચૂંટણીનાં માહોલમાં પોલીસ સ્ટેસ્ટીંક સર્વેલન્સ ટીમો સાથે તથા બંદોબસ્તમાં વ્યસ્ત બની જતા પેટ્રોલીંગ નબળુ બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...