લાયોનેસ કલબ દ્વારા પાલજ ગામે સેવા કાર્યનો પ્રારંભ
ગાંધીનગર | એમબી પટેલ ઇગ્લિંશ મિડિયમ સ્કૂલ અને લાયોનેસ કલબ ગાંધીનગર દ્વારા પાલજ ગામે ડૉ. વિક્રમ સારાભાઇ વિદ્યાલય ખાતે એનએસએસ શિબિરનું આયોજન કરાયુ છે. જેમાં ગામની 80 બહેનોએ પેપટેસ્ટનો લાભ લીધો હતો. તેમાં અમદાવાદ સિવિલ કેન્સર સોસાયટીના ડૉક્ટરે સેવા આપી હતી. ઉપરાંત જરૂરીયાતમંદોને ગરમ કપડા, વેસેલીન, માથામાં નાખવાનું તેલ અાપવામા આવ્યુ હતું.