બે જિલ્લાના ત્રણ હજાર બાળકને ગરમ વસ્ત્રોની હુંફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાનીઋતુ ધીરે ધીરે જામી રહી છે. ત્યારે ઋતુમાં ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબો અને માર્ગની આસપાસ ખુલ્લામાં રહેતા શ્રમીકોની દયનિય હાલત થઇ જાય છે. આવી સ્થિતીમાં સ્વૈચ્છીક અને સામાજિક સંસ્થાઓ તેમની વહારે આવે છે. જેમાં ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં બાળકો, વૃદ્ધો અને શ્રમીકોને ગરમ વસ્ત્રો આપે છે. મંડળ દ્વારા 41 શાળાઓના 3 હજારથી વધારે બાળકોને ગરમ વસ્ત્રોની હુંફ આપી હતી. તેમજ આગામી દિવસોમાં સંસ્થા દ્વારા શાળાઓ, સરકારી હોસ્પિટલ અને શ્રમિકોને સહાય અપાશે.

વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે જણાવ્યું હતું કે, રાજ્ય ઓખી વાવાઝોડામાં સપડાયેલુ હતું. ત્યારે ગાંધીનગર વસાહત મહામંડળ તથા અરૂણોદય ટ્રસ્ટ દ્વારા 1991થી વંચિતને હુંફ પહોંચાડવાના અભ્યાસના ભાગ રૂપે અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં અભ્યાસ કરતા 3 હજાર બાળકોને ગરમ વસ્ત્રોની હુંફ આપી હતી. જેમાં મોડાસા, ખેડબ્રહ્મા અને મેઘરજ તાલુકાની 41 શાળાઓ, બાલવાડી, આશ્રમ શાળા અને પ્રાથમિક શાળામાં ગરમ વસ્ત્રો, ટોપીઓ અને સ્કાફનું વિતરણ કરાયુ હતું. જ્યારે રાજ્ય અને જિલ્લામાં ઓખી વાવાઝોડાની અસપ હતી. ત્યારે સંસ્થાના સ્વયં સેવકોએ સહાય પહોંચાડી હતી. તેમજ આગામી દિવસોમાં સંસ્થા દ્વારા ગાંધીનગરની શાળાઓ, સરકારી હોસ્પિટલ તથા શ્રમિકોને સહાય પહોચાડવામાં આવશે.

વસાહત મહામંડળ વિદ્યાર્થીઓ તેમજ સરકારી હોસ્પિટલમાં સહાય પુરી પાડશે

અન્ય સમાચારો પણ છે...