MB પટેલ કન્યા પ્રાયમરી સ્કૂલમાં માર્ગદર્શન શિબિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
MB પટેલ કન્યા પ્રાયમરી સ્કૂલમાં માર્ગદર્શન શિબિર

ગાંધીનગર | કડીસર્વ વિદ્યાલય કે‌‌ળવણી મંડળ સંચાલિત એમ બી પટેલ કન્યા પ્રાયમરી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓની તરૂણા અવસ્થા દરમ્યાનના પ્રશ્નો તથા તેના નિવારણ અંગે માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયુ હતું. ઉપરાંત વિદ્યાર્થિનીઓને અસામાજિક તત્વો દ્વારા થતી સતામણી અને તેને હલ કરવા માટેના ઉપાયો અંગે જાણકારી અપાઇ હતી. તેમજ વિદ્યાર્થિનીઓને મુશ્કેલીમાં જરૂરીયાત એવા મોબાઇલ નંબર આપીને જાગૃત કરવામાં આવ્યા હતાં. શિબિરમાં મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...