તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આયોજન | કાઉન્ટિંગ હોલ પરની પ્રક્રિયાનું વેબ કાસ્ટિંગ કરવામાં આવશે, કુલ 5 હોલમાં વ્યવસ્થા કરાઇ, 14 + 1

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન | કાઉન્ટિંગ હોલ પરની પ્રક્રિયાનું વેબ કાસ્ટિંગ કરવામાં આવશે, કુલ 5 હોલમાં વ્યવસ્થા કરાઇ, 14 + 1 ટેબલ પર મત ગણાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંવિધાનસભાની 5 બેઠક પર આદર્શ સ્થિતિમાં મતદાન યોજવા માટેની તૈયારીઓ સાથે તારીખ 18મી ડિસેમ્બરે થનારી મત ગણતરી માટે તમામ સજ્જતા કેળવી લેવામાં આવી છે. સેક્ટર 15ની કોલેજમાં તમામ બેઠકની મત ગણતરી કરવા માટેની વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. ત્યારે કુલ 5 હોલમાં દરેકમાં 14 + 1 ટેબલ પર થનારી મત ગણના પ્રક્રિયાનું પણ વેબ કાસ્ટિંગ કરાશે. મત ગણતરી સવારે 8 કલાકથી શરૂ કરાશે અને તેના પહેલા ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય એજન્ટોને તેની પ્રક્રિયાની સમજ આપી દેવાશે. જિલ્લામાં નોંધાયેલા 11.75 લાખ મતદારને તારીખ 7મીથી વોટર સ્લીપ પહોંચાડાવાનું કામ શરૂ કરી દેવાયાનું જણાવતા અધિક નિવાસી કલેક્ટર હનુમંતસિંહ જાડેજાએ જણાવ્યું કે 4.15 લાખ ઘરે મતદાર માર્ગદર્શિકા પહોંચાડાશે. જેમાં મતદાન કેન્દ્ર પર પહોંચવા માટેનું માર્ગદર્શન આપેલુ રહેશે.

દરમિયાન ચૂંટણીલક્ષી અનેકવિધ મંજુરીઓના સંબંધમાં તંત્રને અત્યાર સુધીમાં મળેલી 223 પૈકીની 219 અરજીઓનો સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત નિકાલ કરી દેવામાં આવ્યો છે. માત્ર 9 અરજીઓ ઓનલાઇન મળી હોવાની વાત પણ તક્કે ઉલ્લેખનિય બની રહેશે.

મત ગણના પ્રક્રિયાનું વેબ કાસ્ટિંગ કરવાનું છે. તે પ્રકારે જિલ્લામાં 87 મતદાન કેન્દ્રો પરથી પણ મતદાન પ્રક્રિયાનું લાઇવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. બીજી બાજુ જિલ્લામાં પોસ્ટલ બેલેટ દ્વારા અત્યાર સુધીમાં 3472 સર્વિસ વોટર દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. જેની ટકાવારી 80 ટકા થવા જાય છે.

નાણાની હેરાફેરી રોકવા 38 હજાર વાહનની તપાસ

વિધાનસભાનીચૂંટણીના સંબંધમાં નાણાની હેરાફેરી રોકવા માટે સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇંગ સ્કવોડને મેદાને ઉતારવામાં આવી છે અને તેમની કામગીરી દરમિયાન જિલ્લામાં અત્યાર સુધીમાં 38 હજાર વાહનો ચપાસવામાં આવ્યા છે. તેમાં ફ્લાઇંગ સ્કવોડ દ્વારા 23,745 અને સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા 14,243 વાહનોની તપાસ કરવામાં આવી છે. તથા કામગીરી ચાલુ રખાઇ છે.

આચાર સંહિતા ભંગની 3 પૈકી 2 ફરિયાદમાં કાર્યવાહી

જિલ્લામાં અત્યાર સુધીમાં આચાર સંહિતાનો ભંગ થયાની માત્ર 3 ફરિયાદ જિલ્લા તંત્રને મળ્યાનું ચૂંટણી અધિકારીઓએ જણાવ્યુ હતું. તેમાંથી માણસામાં હાર્દિક પટેલની વગર મંજુરીએ યોજાયેલી સભા અને દહેગામના કિસ્સામાં પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. જ્યારે ગાંધીનગરમાં રાજકીય પક્ષોના બેનર અને હોર્ડિંગ મુદ્દે આવેલી ફરિયાદમાં તે હટાવી દઇને ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સે.15 કોલેજમાં તમામ 5 બેઠકની મત ગણતરી કરાશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો