શહેરી ગામોમાં પાણી માટે રૂ. નવ કરોડનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર, ઉંચી ટાંકી સહિત કાયમી વ્યવસ્થા થશે

ગાંધીનગરના30 સેક્ટરમાં જેવી મળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. તેવા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી અને ગટર વ્યવસ્થા ગાંધીનગરની સ્થાપના માટે જમીન આપનારા ગામડાઓમાં નથી. મહાપાલિકા વર્ષ 2011માં અસ્તિત્વમાં આવી પછી હવે ગામડાઓમાં પીવાના પાણીની સ્વતંત્ર વ્યવસ્થા અને ગટરના કામ કરવા માટે મહાપાલિકા દ્વારા રૂપિયા 9 કરોડના ખર્ચે વિવિધ કામના આયોજન કરવામાં આવ્યા છે. તેમાં પાણીના બોર, પમ્પરૂમ, ઉંચી ટાંકી, કમ્પાઉન્ડ વોલ સહિતની કાયમી વ્યવસ્થા કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ સુત્રોએ જણાવતા ઉમેર્યું કે કામ પૂર્ણતાએ પહોંચ્યા છે.

મહાપાલિકાના મુખ્ય ઇજનેર ભરત પંડ્યાએ જણાવ્યું કે મહાપાલિકા હસ્તકના દરેક શહેરી ગામોમાં ગટરની ખુટતી લાઇનો પૂણ4 કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેને સંલગ્ન એવી મહત્વની સ્ટોર્મ ડ્રેનેજ લાઇનનું 0થી રિલાયન્સ ચોકડી સુધીનું જોડાણ આપવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા જેવા ગામની પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે દુર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...