તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BBAકોલેજમાં CMAT પરીક્ષાનો વર્કશોપ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા કેળવવાઆયોજન

કડીસર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત બીબીએ કોલેજના તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે CAT અને CMAT પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન આપતા વર્કશોપનું આયોજન કરાયુ હતું. જેમા તૃતીય વર્ષનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વર્કશોપનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલા સ્પર્ધાત્મકતા કેળવવાના કૌશલ્યો વિકસે તેમજ ઉચ્ચ અભ્યાસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચાવીરૂપ માર્ગદર્શન મળી રહે તેવો હતો. કાર્યક્રમમાં તજજ્ઞ વક્તા મેનેજમેન્ટ વિભાગના ડિન ડૉ.ભાવિન પંડ્યાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

મેનેજમેન્ટ વિભાગના ડૉ. ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના કારકિર્દી માર્ગદર્શન તેમજ ઉચ્ચ અભ્યાસમાં એમબીએનું મહત્વ ઘણુ વધ્યું છે. વિદ્યાર્થીઓને એમબીએ અભ્યાસક્રમ ઉજવવળ કારકિર્દી બનાવી શકે છે. CAT અને CMAT સહીતની એમબીએ માટેની સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ વિદ્યાર્થીઓઓ માટે ચાવી રૂપ છે. તેમજ તેના માટે CAT અને CMAT સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે સફળ થઇ શકાય તે બાબતનું માર્ગદશન આપ્યું હતું. સાથે-સાથે આજે દેશ વિદેશમાં તમામ ક્ષેત્રે એમબીએના વિદ્યાર્થીઓને સારી જોબ ઊંચા પેકેજ સાથે મળે છે. દરેક ક્ષેત્રમાં એમબીએના વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાધાન્ય અપાય છે.

અન્ય સમાચારો પણ છે...