તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીશિત વ્યાસનો કોળીયો બીજીવાર ઝુંટવાયો !!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2012 બાદ ફરી ઉમેદવારીમાંથી કપાયા

પ્રદેશકાંગ્રેસ પ્રવક્તા નીશિત વ્યાસ ગાંધીનગર ઉત્તર બેઠકના દાવેદાર હતા. તેમણે નવરાત્રિ સમયથી પોતાને ટીકીટ મળશે તેવી આશા સાથે તમામ વિસ્તારમાં કામગીરી હાથ ધરી હતી. ત્યારે નીશિત વ્યાસનો બીજીવાર મોઢામાં આવેલો કોળીયો ઝુંટવાઇ ગયો છે. ગત ટર્મમાં પણ હાથમાં મેન્ટેટ હોવા છતા ફોર્મ ભરી શક્યા હતા. છેલ્લા દિવસે પણ તેમની ટીકીટ કન્ફર્મ થઇ શકી ના હતી.

ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર કોંગ્રેસે અંતિમ ઘડી સુધી પત્તા ખોલ્યા હતા.બીજા તબક્કાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસની છેલ્લી ઘડીઓ સુધી નામ નક્કી થઇ શક્યુ હતુ. નીશિત વ્યાસ તમામ પ્રકારની તૈયારીઓ સાથે બેઠા હતા પરંતુ ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય ડૉ. સી જે ચાવડાનુ નામ જાહેર કરતા વ્યાસના મોઢામાંથી બીજી વાર પણ ટીકીટ રૂપી આવેલો કોળીયો ઝુંટવાઇ ગયો હતો. બાબતે વ્યાસે કહ્યુ કે પાર્ટીને જે યોગ્ય લાગ્યુ તે કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...