• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સૌથી વધુ અકસ્માત એપ્રોચ રોડ પાસે સર્જાતા હોવાથી પહોળા કરવા જરૂરી હતાં

સૌથી વધુ અકસ્માત એપ્રોચ રોડ પાસે સર્જાતા હોવાથી પહોળા કરવા જરૂરી હતાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય માર્ગ પર સેક્ટરના એપ્રોચ રોડ 4 માર્ગી કરવાની દરખાસ્ત અદ્ધરતાલ

નગરનાખુબ પહોળાં અને વળાંક વગરના માર્ગો પર બેફામ દોડતાં વાહનોના કારણે સતત સર્જાતા અકસ્માતોમાં સૌથી વધુ અકસ્માત મુખ્ય માર્ગ પરથી સેક્ટરમાં પ્રવેશવાના એપ્રોચ રોડ પર થતાં હોવાનું જણાયા પછી લોક માગણીના પગલે તમામ એપ્રોચ રોડને એન્ટ્રી પાસે ફોર લેન કરવાનો નિર્ણય લેવાયા પછી પાટનગર યોજના વિભાગે કામગીરી માટે સરકાર સમક્ષ કરેલી દરખાસ્તને હજુ સુધી મંજુરી મળી નથી.

શહેરમાં વર્ષ દરમિયાન માર્ગ અકસ્માતના બનાવોમાં 200થી વધુ વ્યક્તિના મૃત્યુ થાય છે અને 250થી વધુ કુલ અકસ્માતના બનાવ પોલીસ ચોપડે નોંધાય છે. ઉલ્લેખનિય રહેશે કે, અકસ્માત મૃત્યુનો આંક પ્રતિ વર્ષ મોટો થતો જાય છે. સંજોગોમાં મુખ્ય માર્ગો પરના 60 જેટલા કટ બંધ કરી દેવા વિચારણા કરાઇ હતી. પરંતુ તે વાત છેલ્લા પાંચ વર્ષથી માત્ર કાગળ પર રહી છે અને સંપૂર્ણ અમલ થયો નથી. સંજોગોમાં સેક્ટરમાં પ્રવેશવાના એપ્રોચ રોડને શરૂઆતના ભાગેથી 4 માર્ગી કરવાનો નિર્ણય લેવાયો હતો.

પાટનગર યોજના વિભાગ દ્વારા તેના માટે ખર્ચ અંદાજ તૈયાર કરવવામાં આવ્યાં હતાં. અંદાજે દોઢથી બે કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજ તેમાં તજજ્ઞોએ દર્શાવ્યો હતો. કક્કાવારી પ્રમાણેના ચાર માર્ગો પર 10થી 12 જેટલા એપ્રોચ રોડને યોજના અંતર્ગત પહોળા કરવા માટે વિભાગ તરફથી દરખાસ્ત તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવી હતી. પરંતુ તેના પર નિર્ણય લેવાયો નથી. હકીકતે ઉપરોક્ત તમામ એપ્રોચ રોડને ફોર લેન કરવામાં આવે તો શહેરમાં માર્ગ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થઇ શકે તેમ છે. આગામી બજેટમાં શહેરમાં વિકાસના અનેક નવા કામ સમાવવામાં આવશે ઉપરાંત ઘણા નવા કામની સ્વાભાવિક રીતે સરકાર તરફથી જાહેરાત પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...