• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સોશિયલ મીડિયા પર ધો.10, 12ના પ્રમાણપત્રો મૂક્યાની વાત ખોટી

સોશિયલ મીડિયા પર ધો.10, 12ના પ્રમાણપત્રો મૂક્યાની વાત ખોટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયમમીડીયાના ફાયદાની સાથે ગેરફાયદા વધી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડીયામાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વર્ષ 1990 બાદના પ્રમાણપત્રોને ઓન લાઇન મુકવામાં આવ્યા હોવાના સમાચાર વાઇરલ કરાયા છે. ત્યારે સમાચાર તદ્દન લોકોને ગેરમાર્ગે દોરનારા હોવાનુ આધારભૂત સુત્રોએ કહ્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આધારભૂત સુત્રોએ કહ્યુ કે હાલમા સોશિયલ મીડીયામાં બોર્ડનો આવકારદાયક નિર્ણયના મથાળા સાથે એક સંદેશ વાઇરલ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યુ છેકે વર્ષ 1990 બાદ અત્યાર સુધી ધોરણ 10 અને 12ની પરીક્ષાના તમામ પ્રમાણપત્ર જેમાં માર્કશીટ અને બોર્ડ સર્ટીફિકેટ ફાટી ગયા હોય અથવા ખોવાઇ ગયા હોય તેવી સ્થિતિમાં બોર્ડ દ્વારા ઓન લાઇન મુકવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પ્રમાણપત્રને ઓન લાઇન પણ ડાઉનલોડ કરી શકશે. ત્યારે બાબત પાયા વિહોણી અને સત્યથી વેગળી છે.

સોશિયલ મીડીયામાં ટીખળખોર દ્વારા અનેક વાર નાગરિકોને ગેરમાર્ગે દોરવાનુ કામ કરતા હોય છે. અગાઉ પણ અનેક પ્રકારના બનાવો સામે આવ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ બાબતે દોરાવુ નહીં તેમ પણ સત્તાધિશોએ જણાવ્યું છે. સોશિયલ મીડીયાના ફાયદાની સાથે ગેરફાયદા વધી રહ્યા છે ત્યારે નાગરિકોએ પણ પ્રકારના ખોટા સમાચારોથી દુર રહેવુ જોઇએ. સુત્રોએ જણાવ્યુ કે ઓન લાઇન પ્રમાણપત્ર માટે પહેલા તમામ સર્ટીફિકેટનો એક ડેટા બનાવી તેને સિસ્ટમ પ્રમાણે અપલોડ કરવામાં આવતો હોય છે. ત્યારે કામગીરી કરવામાં હજુ પણ વર્ષ નિકળી જાય તેવી સ્થિતિ છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ખુલાસો જાહેર કરાયો

અન્ય સમાચારો પણ છે...