નકલી પાવર ઓફ એટર્ની ઉભા કરીને ઠગાઇ કરી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકાન માફિયાઓએ સે.27નું બંધ મકાન વેચવા કાઢી 24 લાખ પડાવ્યા

ગાંધીનગરમાંપ્લોટ્સ તથા મકાનોનાં ભાવો આસમાને પહોચતા ભુમાફિયા તથા મકાન માફિયાઓનાં કારસ્તાનો સામે આવતા રહે છે. ત્યારે કલ્પેશગીરી ગોસ્વામી નામનાં નામચીન શખ્સે બે સાગરીતોને તૈયાર કરીને સેકટર 27માં બંધ પડેલા એક મકાનનો બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને વેચવા મુકી દીધુ હતુ. શહેરનાં એક વેપારી તેમની ઝાળમાં ફસાયા હતા અને રૂ. 24 લાખ આપવા છતા દસ્તાવેજ કરી આપતા સમગ્ર કાવતરૂ સામે આવ્યુ હતુ. સેકટર 21 પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે છેતરપીંડી તથા વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરનાં સેકટર 5બીમાં રહેતા અને સાઉન્ડ સીસ્ટમનો વ્યવસાય કરતા એવનભાઇ પટેલ દ્વારા કલ્પેશગીરી ગોસ્વામી તથા મનુ પાવરા (બંને રહે સેકટર 24, ગાંધીનગર) સામે રૂ.24 લાખ પડાવવા બાબતે આઇપીસી 406,420,465,468 તથા 120(બી) હેઠળ વિશ્વાસઘાત, છેતરપીંડી તથા કાવતરૂ રચીને તેમની સાથે છેતરપીડી આચર્યાની ફરીયાદ નોંધાવી છે. એવનભાઇની ફરીયાદ પ્રમાણે દોઢેક વર્ષ પહેલા કલ્પેશગીરી તેમના પિતાજી શશીંકાંતભાઇને મળવા આવ્યો હતો અને સેકટર 27માં એક મકાન વેચવા આવ્યુ હોવાનું જણાવી મકાન માલીકને પૈસાની જરૂરીયાત હોવાથી ઓછામાં છુટશે તેવી વાત કરી હતી. કલ્પેશગીરી પાસે કાગળો માંગતા તેમણે સેકટર 27નાં પ્લોટ નં 1123નાં 109 ચોરસ મિટરનાં કાગળો બતાવ્યા હતા. જેનાં માલીક તરીકે મુંબઇનાં મલાડનાં યોગેશચંદ્ર નાગાશાકી તથા તેનાં પાવર લેનાર તરીકે મનુભાઇ પાવરાને દર્શાવ્યા હતા. મકાનની કિંમત રૂ.28 લાખ મુકવામાં આવી હતી. શશીકાંતભાઇને રસ પડતા સોદો કરવાનું નક્કી કર્યુ હતુ. મકાન પણ સ્થળ પર જઇને જોઇ લીધુ હતુ. ત્યાર બાદ જુન 2016માં નોટરી કરાવી હતી અને નોટરાઇઝ થયા બાદ વિશ્વાસ પણ બેસી ગયો હતો. ત્યારે રૂ. 3 લાખ બાના પેટે કલ્પેશગીરીએ લીધા હતા. ત્યારે બાદ કલ્પેશ મકાન માલીકને પૈસાની તાતી જરૂરીયાત છે, મકાન માલીકને હાર્ટે એટેક આવ્યો છે અને પૈસાની જરૂર છે જેવા બહાના હેઠળ રોકડ તથા ચેકથી મળીને કુલ રૂ. 24 લાખ એવનભાઇ પાસેથી લઇ લીધા હતા, પરંતુ મકાનનાં દસ્તાવેજો કરવાનાં બાકી હતી. દસ્તાવેજ કરવામાં બહાનાબાજી શરૂ કરતા મામલો શંકાસ્પદ લાગ્યો હતો.

આરોપીની ધરપકડ, 9 દિવસના રીમાન્ડ મળ્યા છે

^આરોપીકલ્પેશગીરીની ધરપકડ કરીને તા 15મી સુધીનાં રીમાન્ડ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જે સહ આરોપીઓ છે તેમનાં સુધી પહોચવા માટે ટીમને કામે લગાડી દેવામાં આવી છે. મકાન માલીક અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. > જતીનપ્રજાપતી, પીઆઇ

અન્ય સમાચારો પણ છે...