• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • કાર્યવાહી| રી પાસિગની મર્યાદા વટાવી ચૂકેલા વાહન માલિકોએ પાસિગ નહિં કરાવતા દંડાત્મક કાર્યવાહી ક

કાર્યવાહી| રી-પાસિગની મર્યાદા વટાવી ચૂકેલા વાહન માલિકોએ પાસિગ નહિં કરાવતા દંડાત્મક કાર્યવાહી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઆરટીઓ કચેરી દ્વારા રાજ્યમાં પહેલીવાર ફિટનેશ પ્રમાણપત્ર નહિ મેળવનાર 2500 વાહન માલિકોને નોટીસ ફટકારવામા આવી રહી છે. સામાન્ય રીતે નવા વાહનનુ 15 વર્ષનુ આયુષ્ય હોય છે. બાદમાં તેને રીપાસિગ કરાવાનુ હોય છે. ત્યારે આયુષ્ય વટાવી ચૂકેલા વાહન માલિકોને કચેરી દ્વારા નોટીસ ફટકારવામાં આવી રહી છે.

જૂના વાહનોના કારણે રાજ્યમાં અકસ્માત વધવાની શક્યતાઓ જોવા મળતી હોય છે. જ્યારે પ્રદુષણ વધારવામા પણ તેનો સિંહ ફાળો હોય છે. નવા વાહનને 15 વર્ષ સુધી રેગ્યુલર માનવામાં આવે છે. પરંતુ તે સમય મર્યાદા બાદ રોડ ઉપર હંકારવુ હોય તો વાહન સંપૂર્ણ રીતે હંકારવા માટે યોગ્ય છેકે નહિં તેનુ પ્રમાણપત્ર જેતે આરટીઓ કચેરીમાંથી લેવુ પડતુ હોય છે. ગાંધીનગર આરટીઓ કચેરીમાં નોંધાયેલા 15 વર્ષ જૂના વાહન માલિકોને આરટીઓ અધિકારી દ્વારા ફિટનેશ પ્રમાણપત્ર વિના ફરતા વાહન માલિકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે.

શહેરમાં પહેલીવાર 2500 વાહન માલિકોને ગાંધીનગર આરટીઓએ નોટીસ ફટકારી

^હાલમાં નોંધણી પ્રમાણે 2500 જેટલા વાહનો રી પાસિગ કરાવ્યા વિના રોડ ઉપર દોડી રહ્યા છે. આવા વાહનો રોડ ઉપર જોખમ કારક સાબિત થઇ શકે છે. જો વાહન માલિક રીપાસિગ કરાવવા આવશે તો સરકારમાં ટેક્ષની આવક થશે. જે ફિટનેશ ખરાબ હશે તો અકસ્માતનુ જોખમ અટકી જશે. > દિવ્યેશપટેલ, એઆરટીઓ,ગાંધીનગર

જો વાહન માલિક કચેરીમાં નહિં આવે તો ચેકીંગ કરીશુ

મોટાભાગનાવાહનો 15 વર્ષમાં પૂરા થઇ જાય છે. પરંતુ જે વાહનો કાર્યરત છે અને તેમને પાસિગ નથી કરાવ્યા તેઓ કચેરીમાં રી પાસિગ નહિં કરાવે તો વાહનોનુ ચેકીંગ કરવામા આવશે તેમ પણ આરટીઓ અધિકારીએ જણાવ્યુ હતુ.

‘નોટીસ ફટકારવાથી ટેક્ષની આવક વધશે, અકસ્માત ઘટશે’

અન્ય સમાચારો પણ છે...