તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • હરીફાઈ | ભારતમાંથી એનડીઆરએફના 150 જવાનોએ સ્પર્ધામાં ભાગ લીધો, ફ્રી સ્ટાઈલ, બેક સ્ટોર્ક અને બટર ફ્લા

હરીફાઈ | ભારતમાંથી એનડીઆરએફના 150 જવાનોએ સ્પર્ધામાં ભાગ લીધો, ફ્રી સ્ટાઈલ, બેક સ્ટોર્ક અને બટર ફ્લાઈની સ્પર્ધા થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાસેકટર 21 સ્થિત જીમખાના ખાતે 6 ઠ્ઠી એનડીઆરએફના જવાનો દ્વારા ઇન્ટર બટાલીયન સ્વીમિંગ કોમ્પિટીશનનો પ્રારંભ થયો છે. જેમાં દેશભરના જવાનોએ ભાગ લીધો છે. તેમાં રાજસ્થાન, ગુજરાત, દમણ અને દિવ તથા દાદરા નગર હવેલી સહિતની ટીમના 150થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે. સ્વિમીંગ સ્પર્ધામાં ફ્રી સ્ટાઇલ, બેક સ્ટોર્ક, બટર ફ્લાઇ અને બ્રેસ્ટ સ્ટોર્ક સહિતની સ્પર્ધા યોજાશે. સ્પર્ધાનો પ્રારંભ સીઆરપીએફના કમાન્ડટ ઓફ એટીસીના જયંત કુમાર અને આર એસ જોન ઉપસ્થિત રહ્યાં હતાં.

એનડીઆરએફના સેકન્ડ ઇન કમાન્ડ એન કે કે પ્રસાદે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે. તેમજ થોડા સમય પહેલા રાજ્યના બનાસકાઠાં, પાટણ, જામનગર અન સુરેન્દ્રનગર સહિતના ઘણા જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. તેમાં પણ નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સએ ચોવીસ કલાક સરહાનીય કામગીરી કરી હતી. ત્યારે એનડીઆરએફના જવાનો માટે ઇન્ટર બટાલીયન કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 30મી સુધી ચાલનારી સ્પર્ધામાં દેશના રાજસ્થાન, ગુજરાત, દિવ અને દમણમાંથી 150 સ્પર્ધકોએ ફ્રી સ્ટાઇલ, બટર ફ્લાઇ અને બ્રેસ્ટ સ્ટોર્ક સહિતની સ્પર્ધામાં ભાગ લીધો છે.

સેકટર 21 સ્થિત જીમખાના ખાતે એનડીઆરએફના જવાનોની સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરાયુ છે.

NDRF દ્વારા ઇન્ટર બટાલીયન સ્વીમિંગ સ્પર્ધા શરૂ

અન્ય સમાચારો પણ છે...