તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટનગરના બજારોમાં ટામેટાની આવક ઘટતાં ભાવ આસમાને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટામેટાના કિલોના ભાવ રૂ.60 પહોંચતા અનેક ગૃહિણીઓના બજેટ ખોરવાયા

ટામેટાંનાભાવમાં સતત ભડકો જોવા મળી રહ્યો છે. થોડા સમયમાં એક કિલો ટામેટાના ભાવ રૂપિયા 60થી 70 કિલો દીઠ થઇ ગયા હતાં. ત્યાર પછી તેમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવ રૂપિયા 30 સુધી આવી ગયા હતાં. પરંતુ ફરીથી ટામેટાના ભાવ લાલઘુમ થયા છે. હાલમાં પાટનગરમાં ટામેટાની આવકમાં ઘટાડો થતાં પ્રતિ કિલો 60 રૂપિયા વેચાઇ રહ્યા છે. એક સમયે 30 રૂપિયા કિલો મળતાં ટામેટાનો ભાવ 60 થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવ નિયંત્રણમાં આવે તેવી ગૃહિણીઓએ માંગ કરી છે.

દેશમાં ટમેટાના વધેલા ભાવના કારણે ગૃહિણીઓ નિરાશ થઇ છે. ઘણા શહેરમાં 80થી 100 રૂપિયા કિલો ટામેટા થઇ ગયા છે. શિયાળાની ઋતુમાં ભાવ ઘટતા હોય છે. પરંતુ હાલ વિપરીત પરિસ્થિતી જોવા મળી રહી છે. ટામેટાના પુરવઠામાં 20 ટકા ઘટાડો જોવા મળ્યો છે. તો બીજુ તરફ અમદાવાદ શહેરમાં પણ જુદા જુદા ભાવે વેચાઇ રહ્યા છે. હોલસેલના વેપારીઓને પણ 40 રૂપિયા કિલો ટામેટા મળતાં રીટેલમાં તે વધીને 60 રૂપિયા થઇ ગયા છે. શાકભાજીના વેપારી મનાજીએ જણાવ્યું હતું કે, હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી છે. ત્યારે આગળથી માલની આવક જેટલી જોઇએ તેટલી થઇ નથી. પરીણામે ભાવમાં વધારો થયો છે. ટામેટાની આવકમાં વધારો થશે.

ગાંધીનગરમાં રહેતા રેશમાબેન પટેલે જણાવ્યું હતું કે, શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે. તેમજ રોજબરોજના ભોજન બનાવવામાં ઉપયોગમાં આવતાં ટામેટાનો ભાવ આસમાને પહોંચ્યો છે. જેના કારણે ઘણા સમયથી ટામેટાની ખરીદી બંધ કરી છે. જે ટામેટા 30 રૂપિયા કિલો વેચાતા હતાં. તે હાલમાં 60 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે.

ટામેટાના ભાવમાં નિયંત્રણ હોવું જોઇએ: ગૃહિણી

અન્ય સમાચારો પણ છે...