તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્ય ઉમેદવારોના અપક્ષોને બેસાડવા માટે રાત ઉજાગરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમેદવારી પાછી ના ખેંચે તો ટેકો જાહેર કરવવાના ખેલ શરૂ

ગુજરાતમાંવિધાનસભા સહિત કોઇપણ ચૂંટણીમાં મતદારો ભાજપ અથવા કોંગ્રેસને પસંદ કરે છે. અન્ય પક્ષ અને અપક્ષ ચૂંટણીમાં ફાવતા નથી. પરિણામે 500, 1000 કે 1500 મત તોડી શકે તેવા ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે મુખ્ય પક્ષના ઉમેદવારો દ્વારા આકાશ પાતાળ એક કરવામાં આવતા હોય છે. સમાજ દ્વારા, પરિવાર દ્વારા કે આગળ પડતા વ્યક્તિઓ દ્વારા તેમના પર દબાણ લાવવામાં આવે છે અને તોડ કરવા માટે જેમણે ઉમેદવારી કરી હોય તેમની સાથે તો રોકડનો વ્યવહાર કરી દઇને ફોર્મ પાછા ખેંચાવી લેવાય છે. ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની 5 બેઠકો પર આવા નડતર ખસેડવા માટે મંગળવાર અને બુધવારની રાત્રે ઉજાગરા થયા હતાં.

પૈસા રોકડા કર્ય પછી પણ ઘણા ‘કલાકાર’ ઉમેદવારી પાછી ખેંચવાની ના પાડી દેતા હોય છે, તેમના કિસ્સામાં નિષ્ક્રિય રહેવા અથવા ટેકો જાહેર કરી દેવા માટેની સોદાબાજી કરી લેવામાં આવે છે. તારીખ 30મીના બપોરે 3 વાગ્યા સુધીનો તેનો સમય હોવાથી મુખ્ય પક્ષના ઉમેદવારો દ્વારા રાત જાગીને આવા ઓપરેશન પાર પડાવવામાં આવશે. મહત્વના પાસા પાર પાડવાના હોવાથી પ્રચારના બુંગિયા ફૂંકવાનું પણ તારીખ 1લી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...