તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2014માં ચાંદખેડામાં યુવતી પર એસિડ ફેક્યુ હતુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસિડ એટેક કેસમાં આકરો ચુકાદો, મહિલાને 10 વર્ષની કેદ

ગાંધીનગરએડીશનલ ડીસ્ટ્રીક્ટ કાર્ટમાં ચાલી રહેલા ચાંદખેડાનાં એસીડ એટેક કેસમાં આરોપી મહિલાને 10 વર્ષની કેદની સજા ફરમાવી ઉદાહરણ રૂપ ચુકાદો આવ્યો છે. વર્ષ 2014માં ચાંદખેડાની ગુજરાત હાઉસીંગ સોસાયટી વિસ્તારમાં એક મહિલાએ યુવતીનાં પિતા સાથેની જુની અદાવતનું વેર વાળવા માટે 18 વર્ષિય યુવતીને નિશાન બનાવી હતી.

ચાંદખેડા વિસ્તારમાં એક મહિલા દ્વારા યુવતી પર એસીડ ફેકવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી અને ચાંદખેડા પોલીસે યુવતીની ફરીયાદ લઇને તપાસ કરીને ગાંધીનગર કોર્ટમાં મજબુત ચાર્જશીટ રજુ કરી હતી. 25મી નવેમ્બર 2014માં ચાંદખેડાનાં ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં બનેલા બનાવમાં સોનુબેન પ્રકાશભાઇ દરજી નામની 18 વર્ષિય યુવતી સાંજે પોણા આઠ વાગ્યે ટ્યુશનથી ઘરે આવી રહી હતી. ત્યારે મંગુબેન ઉર્ફે મંજુલાબેન અજમલસગ ડાભી (ઉ.વ.32)એ સોનુબેનનાં પિતા સાથેની જુની અદાવતમાં રસ્તો રોકીને ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. મંગુબેને સોનુબેનને વાળ પકડીને માર મારીને મો પર એસીડ ફેકતા સોનુબેનની આંખોને ગંભીર ઇજાઓ પહોચી હતી. પિડીતા દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મંગુબેન સામે વિવિધ કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશન ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટની જ્યુડીશરી હદમાં આવતુ હોવાથી પોલીસે ગાંધીનગર એડી.ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

આરોપી મહિલા

સરકારી વકીલ પ્રિતેશકુમાર વ્યાસનાં જણાવ્યાનુંસાર ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં એસીડ એટેકનો પ્રથમ કેસ હતો અને પ્રથમ ચુકાદો છે. કોર્ટે કડક અને ઉદાહરણ રૂપ ચુકાદો આપીને એસીડ એટેકનાં વધી રહેલા બનાવો વચ્ચે આવા તત્વોને કડક મેસેજ આપ્યો છે.

18 સાક્ષીઓને તપાસ્યા હતા

ઘટના2014માં નવેમ્બર માસમાં બની હતી. પોલીસે ચાર્જશીટ રજુ કર્યા બાદ ગાંધીનગર કોર્ટમાં 29મી નવેમ્બરે ચુકાદો આવ્યો છે. જેમાં કુલ 18 સાક્ષીઓને તપાસમાં આવ્યા હતા, જેમાં ડોકટર, LSL રીપોર્ટ તથા તપાસ અધિકારીનો પણ મહત્વનો રોલ રહ્યો હતો.

ગાંધીનગર કોર્ટનો એસીડ એટેકનો પ્રથમ ચુકાદો

અન્ય સમાચારો પણ છે...