તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીઓ જવાબદારી નિભાવે : કલેક્ટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લાસ્ટીકના વપરાશ બદલ કડક કાર્યવાહી થશે

સરકારી ઈમારતમાં ધુમ્રપાન પ્રતિબંધનો અમલ કરાવો

ગાંધીનગરમાંજાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા અને પ્લાસ્ટીકનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં તેનો પૂર્ણ અમલ થતો દેખાતો નથી ત્યારે ખાસ કરીને સરકારી ઇમારતોમાં ધુમ્રપાન કરતાં લોકોને અટકાવવા અને બન્ને પ્રતિબંધક આદેશનું પાટનગરમાં સંપૂર્ણ પાલન થાય તે દિશામાં યોગ્ય પગલા ભરવા અધિકારીઓને કલેક્ટરે તાકીદ કરી છે. આગામી દિવસો દરમ્યાનમાં રાજય સરકાર દ્વારા સ્માર્ટ સિટી સંબંધે અનેકવિધ યોજનાઓ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે સુવ્યવસ્થિત આયોજન થાય તેના માટે દરેકને સોંપવામાં આવેલી જવાબદારી પ્રમાણે કામગીરી કરવા કલેકટર સતિષ પટેલે અધિકારીઓને કહ્યું હતું.

બેઠકમાં જિલ્લાનાં વિકાસ કાર્યો, ગરીબ કલ્યાણલક્ષી કામો તેમજ લોકોને સીધા સ્પર્શતા પ્રશ્રો તથા વહિવટી પ્રશ્રોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તાલુકા કક્ષાએ લોકો દ્વારા થતી રજૂઆતોનો સમય મર્યાદામાં નિકાલ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. કલેકટરે શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા અને રસ્તા અંગેના વિકાસ કાર્યો તથા લોકોપયોગી કામોની સમિક્ષા કરી હતી, અને બાકી કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ કરી હતી. ઉપરાંત સંબંધિત કચેરીઓમાં બાકી રહેતા તુમારોને હાથ પર લઇ સમય મર્યાદામાં નિકાલ કરવા તથા અધિકારીઓને તેનું નિરીક્ષણ કરવા સુચના આપી હતી.

સરકારી વસુલાતમાં પાણી વેરો, મકાન વેરો જેવી વસુલાતો સમય મર્યાદામાં વસુલાય તે જોવા અધિકારીઓને કહયું હતું. કચેરીના વહિવટી પ્રશ્રોનો નિયત સમયમાં યોગ્ય ઉકેલ આવે તે માટે આયોજન કરવા જણાવ્યું હતું. અધિકારી કે કર્મચારીના નિવૃતિના બે વર્ષ પહેલા પૂર્વ તૈયારીના ભાગ રૂપે પેન્શન કેશો 24 મહિના અગાઉ તૈયાર થાય તે માટે કચેરીના વડાને જણાવ્યું હતું. ઉપરાંત તમામ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ કોમ્પ્યુટરની તાલીમથી સજ્જ થાય તે અનિવાર્ય છે .

અન્ય સમાચારો પણ છે...