• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગરમાં આજે આશાવર્કરોનાં આશ્રર્યજનક કાર્યકમનું આયોજન

ગાંધીનગરમાં આજે આશાવર્કરોનાં આશ્રર્યજનક કાર્યકમનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાંવિધાનસભા સત્ર વચ્ચે સરકારનાં જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા સરકારી તથા આઉટ સોર્સીગનાં કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓને લઇને વિવિધ આંદોલન કરવામાં આવ્યા હતા. પરંતુ સરકારે તેમની કોઇ રજુઆત ધ્યાને લેતા હવે જુદા જુદા વિભાગનાં કર્મચારીઓ સરકારને ઘેરવા એક થયા છે. ત્યારે સોમવારે પોલીસ મંજુરી વિના કર્મચારીઓ આશ્રર્યજનક કાર્યક્રમો આવતા હોવાનાં પગલે પોલીસ દ્વારા પુરતો ફોર્સ મંગાવી લેવામાં આવ્યો છે. રાજયમાં મધ્યાહન ભોજન કર્મચારીઓ પુરતો પગાર, આશાવર્કરો દ્વારા પગાર વધારો, આઉટ સોર્સીંગનાં કર્મચારીઓ દ્વારા નોકરીની સલામતી અને પુરતો પગાર તથા કાયમી નોકરી સહિતનાં મુદ્દે વર્ષોથી સરકારમાં રજુઆતો કરવામાં આવતી હોવા છતાં તેમને ન્યાય નહીં મળતા આવા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ છે.

6 કંપની SRP સાથે 1600 પોલીસ ગોઠવાશે

કર્મચારીઓનાં આશ્રર્યજનક કાર્યક્રમને ખાળવા માટે પોલીસ દ્વારા 10 ડીવાયએસપી, 33 પીઆઇ, 70 પીએસઆઇ, 800 પોલીસ જવાનો, 500 મહિલા પોલીસ, 6 કંપની એસઆરપી, 40 ટ્રાફિક પોલીસને ડીટેઇનીંગ વાહનો, વોટર બ્રાઉઝર તથા ક્રેઇન સાથે મેદાને ઉતારવામાં આવશે.

વિધાનસભા સંકુલની સુરક્ષા વધારાશે

કર્મચારીઓ સત્યાગ્રહ છાવણીએ અથવા અન્ય જગ્યાએ ભેગા થઇને વિરોધ પ્રદર્શન સાથે વિધાનસભાનો ઘેરાવ કરવા રેલી યોજે તેવી શકયતા છે. જેના પગલે વિધાનસભા સંકુલની આસપાસ બંદોબસ્ત વધારવા સાથે સાથે આસપાસનાં વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન કોઇ ઘટના બને તે માટે ખાસ સુરક્ષા બદોબસ્ત ગોઠવાશે.

આંગણવાડી કાર્યકરો, ફેસીલેટરો, મધ્યાહન કર્મીઓ, આઉટ સોર્સીંગ કર્મીઓનુ એલાન

અન્ય સમાચારો પણ છે...