સત્યાગ્રહ છાવણીએ ‘આપ’ની આઝાદી સભા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને બુથ લેવલનાં કાર્યકરોને માર્ગદર્શન આપવા યોજાયેલી આઝાદી સભામાં આપનાં કાર્યકરોની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. આપનાં ગુજરાતનાં ચૂંટણી પ્રભારી ગોપાલ રાયે ગુજરાતની ભાજપ સરકારને દલીત અત્યાચાર, પાટીદારો પર ગોળીબાર તથા ખેડુતોને પાણીની સમસ્યા સહિતનાં મુદ્દે ઘેરીને આગામી ચૂંટણીમાં આપની સરકાર આવવાનો દાવો કર્યો હતો. અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પણ વિવિધ મુદ્દે નિશાન બનાવીને પંજાબમાંથી ભાજપની સરકારને જાકારો મળ્યો તેમ ગુજરાતનાં લોકો પણ ભાજપની પોલ જાણી ગયા હોવાથી ભાજપના જાકારો આપશે તેવુ જણાવ્યુ હતુ. સામે આપ દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલી કામગીરી સભા સમક્ષ મુકીને ગુજરાત સરકાર દ્વારા વિકાસની માત્ર વાતો કરી, જયારે આપ તેનો અમલ કરે છે તેવો ટોણો માર્યો હતો. સુખદેવ પટેલે જણાવ્યુ હતુ કે દિલ્હીમાં વિકાસ થઇ રહ્યો છે. કેજરીવાલે વિધાનસભામાં કેગનાં રીપોર્ટ મુદ્દે ચર્ચા કરી હતી.

રવિવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી બુથ સંમેલન યોજાયું હતું જેમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેતા અનેક ખુરશીઓ ખાલી રહેતા વરરાજા વિનાની જાન જેવો ઘાટ થયો હતો તસવીર-કલ્પેશ ભટ્ટ

યુવાનનો હોબાળો, ભાજપનો કાર્યકર ગણાવ્યો

આપનીસભા દરમિયાન જુનાગઢનાં આમ આદમી પાર્ટીની ટોપી પહેરેલા એક શખ્સે કોઇ બાબતે બુમો પાડવાનું શરૂ કર્યુ હતુ. ત્યારે આપનાં કાર્યકરો તેને ઘેરીને બહાર લઇ ગયા બાદ યુવાન ગાયબ થઇ ગયો હતો. કયાં મુદ્દે હોબાળો મચાવ્યો તે જાણી શકાયુ નહોતુ. પરંતુ આપે ભાજપનો માણસ ગણાવ્યો હતો.

ગાંધીનગરમાંશાળાનાં ખાનગીકરણનો મુદ્દો

ગુજરાતમાંઆપમાં શરૂઆતથી જોડાયેલા સુખદેવ પટેલે ભાજપનાં વિકાસનાં મુદ્દાને બુઠ્ઠો ગણાવતા જણાવ્યુ હતુ કે સરકાર કન્યા શિક્ષણની વાતો કરે છે. પરંતુ મુખ્યમંત્રી આવાસ પાસેનાં બોરીજ ગામની કિશોરીઓ સેકટર 20માં ભણતી તેને ખાનગી કરી દેતા 22માં ભણવા જતી હતી. તે માધ્યમીક શાળાનું ખાનગીકરણ કરી દેતા છાત્રાઓએ ડ્રોપ લઇ લીધો છે.

વરરાજા વિનાની જાન

કેજરીવાલના સ્થાને દિલ્હીના મંત્રી ગોપાલ રાયની હાજરી

રાજ્યભરમાંથી 5 હજાર લોકો ઉમટ્યા : પક્ષના કાર્યકરોને ડોર ટુ ડોર પ્રચારમાં જોડાઇ જવા આદેશ

અન્ય સમાચારો પણ છે...