• Gujarati News
  • ચોરીના 14 ગુનાનો આરોપી બે વર્ષે પોલીસ હિરાસતમાં

ચોરીના 14 ગુનાનો આરોપી બે વર્ષે પોલીસ હિરાસતમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાંસેક્ટર 28 પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોરીના નાસતા ફરતા ગુનેગારને પકડી પાડીને કરેલી પૂછપરછમાં આરોપીએ તેના અન્ય ત્રણ સાગરિતોની સાથે રહીને મહેસાણા, સાબરકાંઠા તથા બનાસકાંઠા પંથકમાં બે વર્ષમાં 14 ગુના આચર્યાની કબુલાત આપી હતી. તેના અન્ય સાગરિતો અગાઉ પોલીસની પકડમાં આવી ગયાં ત્યારે શખ્સ મુંબઇ ભાગી ગયા પછી પરત આવીને ગાંધીનગર આવવાનું તેને મોંઘુ પડી ગયું હતું. એબસ્કોન્ડર સ્કવોડના સબ ઇન્સપેક્ટર કુણાલ પટેલ એને સ્ટાફે નાશતા ફરતા આરોપી શાહરૂખ ઉર્ફે ડુગ્ગો રહીમશા ફકીરને ઝડપી લીધા પછી કરેલી પૂછપરછમાં તેણે વર્ષ 2013માં વિસનગરમાં રીક્ષામાં બેઠેલી વૃદ્ધાની નજર ચુકવીને ~ 2.93 લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરેલા તે ગુનાની કબુલાત પણ આપી હતી. તેની સાથેના ટોળકીના સભ્યો ફિરોઝ, મહેબુબ અને ચંદુને પોલીસ અગાઉ પકડી ચૂકી છે.

આરોપીએ વિસનગર, મહેસાણા, ખેરાલુ, સમી, વિજાપુર, પિલવાઇ, ઇડર, ભિલોડા સહિતના વિસ્તારમાં રોકડ અને દાગીનાની ચોરીઓનો સીલસીલો ચલાવીને પોલીસ તથા આમ પ્રજાને ત્રાહિમામ કરાવી દીધા હતા. ટોળકીનો છેલ્લો ગુનો ~ 2.93 લાખની મતા ચોરી કરવાનો હતો અને છેલ્લો સાગરિત બે વર્ષ બાદ ગાંધીનગર પોલીસના હાથે પકડાયો છે.