મુખ્યમંત્રી ગ્રીસ્મોત્સવનો શુભારંભ કરાવશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાઆંગણે તા. 30મીથી યોજાનારા કલ્ચરલ ફોરમ આયોજીત પરંપરાગત ગ્રીસ્મોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કરાવશે. ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાએ કહ્યું કે ઇન્ફોસિટી ક્લબ રિસોર્ટ પર તા. 30મીએ સાંજે 7 કલાકે મુખ્યમંત્રીના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. ત્યાર બાદ ગાયક પાર્થિવ ગોહિલના લાઇવ પરર્ફોમન્સથી કાર્યક્રમ શરૂ થશે. તા. 31મીએ સાંજે શંકર મહાદેવન, અહેસાન નૂરાની અને લોય મેન્ડોસાની વિખ્યાત સંગીતકાર ત્રિપૂટીનો લાઇવ કોન્સર્ટ યોજાશે.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...