જિલ્લા સદસ્યોે ફાળવાયેલી ગ્રાન્ટ વાપરી શક્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીઓકટોબર-નવેમ્બરમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માથે હોવા છતાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને પોતાના વિસ્તારના વિકાસમાં કોઇ રસ હોય તેમ ઉદાસીન હોવાનું જણાઇ રહ્યું છે. જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી દરેક સભ્યને ~ 7 લાખની રકમ ફાળવવામાં આવી હતી. પરંતુ તેઓ તે રકમ પુરી વાપરી શક્યા નથી. માટે બાકી રહેલી રકમ આગાળના વર્ષ માટે લઇ જવા રિવાઇઝ્ડ દરખાસ્ત આગામી સામાન્ય સભામાં મૂકવામાં આવી છે.

અંગેની વિગતો એવી છે કે ગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સાભા 2 જૂનના રોજ યોજવામાં આવી છે. જો કે પહેલાં તારીખ 22મી મે તે પછી 28મીએ નક્કી કરાઇ હતી. પરંતુ કોઇ કારણોસર તેમાંએ ફેરફાર કરીને 2 જૂનના રોજ સામાન્ય સભા લઇ જવામાં આવલી છે. જો કે તારીખનો એજન્ડા તૈયાર થઇ ચૂક્યો છે. આગામી સામાન્ય સભામાં ખાસ કરીને વિકાસ કામો અને પ્રજાના આવશ્યક પ્રશ્નોને ખાસ મહત્વ આપવામાં આવે તે પ્રકારની તૈયારીઓ પ્રમુખ દ્વારા આગામી સામાન્ય ચૂંટણીઓને લક્ષમાં રાખી કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતમાં 27 બેઠકો છે. તે તમામ બેઠકના ચૂંટાયેલા સભ્યોને તેમના મતવિસ્તારના વિકાસ માટે સભ્યદીઠ ~ 7 લાખની રકમ સ્વભંડોળમાંથી ફાળવવાનો ઠરાવ અગાઉ સપ્ટેમ્બર 2013ની સામાન્ય સભામાં લેવાયો હતો. રકમ વર્ષ 2013-14ના વર્ષ માટે હતી. સભ્યદિઠ ~ 7 લાખ પ્રમાણે 27 સભ્યોને કુલ ~ 1 કરોડ 89 લાખની જોગવાઇ કરવામાં આવી હતી. ગ્રાન્ટની રકમ પૈકી વર્ષ 2014-15 સુધીમાં ~ 1.33 કરોડ ગ્રામ્ય વિસ્તારના વિકાસ પાછળ ખર્ચવામાં આવ્યા હતાં. જેથી ~ 55.34 લાખ વણવપરાયા પડી રહ્યાં છે. તે રકમ વર્ષ 2015-16ના બજેટમાં રીવાઇઝ્ડ કરવા માટેની જોગવાઇ કરતી એક દરખાસ્ત આગામી 2 જૂનના રોજ મળનારી સામાન્ય સભામાં લાવવામાં આવનાર છે. હવે આગામી વર્ષ 2015-16 માટે સભ્ય દિઠ 7 લાખ ફાળવવામાં આવશે. એટલે ~ 1.89 કરોડમાં ગત વર્ષની બાકી રહેલી ગ્રાન્ટ ~ 55.34 લાખ ઉમેરવામાં આવશે. જેથી વર્ષ 2015-16ના બજેટમાં કુલ ~ 2.44 કરોડથી વધુ રકમ થશે.

ગાંધીનગર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 27 સભ્યો આગામી ચૂંટણીને લક્ષમાં રાખી મતદારોમાં પોતે કંઇક વિકાસ કર્યો છે અને કરી રહ્યાં છે. તે માટે ચૂંટણીના નજીકના સમયમાં સારો દેખાવ કરી વધુ એક વખત પ્રજાના હમદર્દ હોવાનો લાભ મતદાન દ્વારા ઉઠાવશે. તેવુ રાજકારણ ખેલાઇ શકે છે.અન્ય સમાચારો પણ છે...