તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂટપાથ પર વાહન ચલાવનારને હવેથી 100નો દંડ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનો શોર્ટકટ જતા અકસ્માત સર્જાય છે

કેપીટલડેવલપમેન્ટ અને સિટી બ્યુટીફીકેશન એમ બે પ્રોજેકટ અંતર્ગત ગાંધીનગર શહેર વિસ્તારમાં આવેલા તમામ 14 માર્ગો પર ડીઝાઇનર ફૂટપાથ બનાવવામાં આવી છે. પરંતુ તેનાથી ઘણા સ્થળે સેકટરમાં પ્રવેશવાના ગેરકાયદે રસ્તા બંધ થઇ ગયા હોવાથી ર્શોટ કટ લેનારા ઉપરાંત ઘણીવાર નબીરાઓ કોઇ કારણ વિના તેના પર બેફામ બાઇક અને સ્કુટર દોડાવતા હોવાથી અકસ્માત સર્જાતા રહે છે. ટ્રાફિક પોલીસે સીલસીલો અટકાવવા હવેથી ફૂટપાથ પર ટુ વ્હીલર ચલાવતા પકડાય તેની પાસેથી 100 દંડ વસૂલવા નિર્ણય લીધો છે.

ગાંધીનગરમાં સેકટરમાં પ્રવેશવા માટેનો રસ્તો બંધ થઇ ગયો હોય તો પણ ર્શોટ કટ માટે ફૂટપાથ પર વાહન ચલાવી શકાતું નથી. તેનાથી કાયદાનો ભંગ થાય છે અને આવી સ્થિતિ ચલાવી લેવામાં આવશે નહીં. પાટનગરમાં કોઇપણ પ્રકારે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે પછી ફૂટપાથ પર વાહન ચલાવનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તે અંતર્ગત આવા કિસ્સામાં પકડાયેલા વાહન ચાલક પાસેથી 100 દંડ પેટે વસૂલ કરીને તેને કાયદેસરની પહોંચ પકડાવી દેવાશે.

ટ્રાફિક વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તે જોવા કલેક્ટર સમક્ષની રજૂઆતોથી પોલીસ વડાએ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યાના પગલે હવેથી કોઇપણને ફૂટપાથ પર વાહન ચલાવા નહીં દેવાય.

અન્ય સમાચારો પણ છે...