તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી-નિવૃત્તિ છતાં આવાસ ખાલી કરતા કર્મીઓ પર તવાઇ આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કબ્જો જમાવી બેઠેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાશે

કાર્યવાહી | પાયોવિએ માર્કેટ રેટથી ભાડુ વસુલવા ચક્રો ગતિમાન

પાટનગર યોજના વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા અભેરાઇએ ચઢાવી દેવાયેલી રૂટીન ફાઇલો ઉત્તારીને ધુળ ખંખેરવામાં આવશે. તેમાં શહેરમાં સરકારી આવાસોની ફાળવણી સહિતની બાબતો સંભાળતા અધિકારી-કર્મચારીઓ દ્વારા પ્રથમ તબક્કે ગેરકાયદે કબ્જો ધરાવનારાઓના કેસ હાથ પર લઇને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે વખતે હિંમત દાખવીને ઉંચી કક્ષાના સરકારી આવાસો પર કબ્જો જમાવી બેઠેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વર્ગ-1 અને તેનાથી ઉપરના સરકારી અધિકારીઓને ચાર અને પાંચ રૂમ રસોડાના સરકારી આવાસો ફાળવવામાં આવે છે. અધિકારી-કર્મચારીની જેવી કક્ષા હોય, જેવા પગાર-ધોરણ હોય તે પ્રમાણે તેઓને વધુ-ઓછા રૂમ અને સગવડતાવાળા મકાનો આપવામાં આવે છે. પરંતુ તે પૈકીના ઘણા વગદારો બદલી થયા પછી કે, નિવૃત્ત થયા પછી પણ મફત જેવા ભાડાનાં સરકારી આવાસ ખાલી કરતા નથી. આવા મકાનો પેટા ભાડેથી આપી દેવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે.

વિભાગે સરકારી આવાસો ગેરકબ્જેદારોની ફાઇલ હવે ફરીવાર ખોલવાનો નર્મય કરી લીધો છે. જેમા પ્રથમ તબક્કે આવા કિસ્સામાં નોટીસ ફટકારવામાં આવશે. પાટનગર યોજના વિભાગના સુત્રોએ જણાવ્યું કે, વખતે દાખલારૂપ કાર્યવાહી કરવાનું ઉચ્ચ કક્ષાએથી આદેશ કરીને જણાવવામાં આવ્યું હોવાથી ગેરકબ્જેદારો પાસેથી જે તે મકાનો જેટલા મહિના સુધી ખાલી કરવામાં આવ્યા હોય તેટલા સમયનું બજાર દર પ્રમાણે ગણીને ભાડું વસુલવા નિર્ણય લેવાયો છે.તંત્રના આવા નિર્ણયના કારણે ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...