તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • વિદેશી મહેમાન | લવારપુર તળાવ અને જીઇબી એસ પોન્ડ પાસે યાયાવરોનો મેળો જામશે, પક્ષી પ્રેમીઓને મોજ પડ

વિદેશી મહેમાન | લવારપુર તળાવ અને જીઇબી એસ પોન્ડ પાસે યાયાવરોનો મેળો જામશે, પક્ષી પ્રેમીઓને મોજ પડી ગઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાનીશરૂઆત થતાની સાથે શહેર ઉપરાંત આસપાસના સ્થળોએ વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે. ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર પાસે જીઈબી કોલોની પાસેના એશપોન્ડ અને લવારપુર ગામના તળાવમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા પક્ષીઓની સુરક્ષા સહિતના ઘણા બધા આયોજનો કરવામાં આવે છે. પરંતુ તેનો સંપૂર્ણ અમલ થતો નથી. બીજી બાજુ ગાંધીનગરનાં પક્ષી પ્રેમીઓને મોજ પડી ગઇ છે. હજુ ઠંડી વધવાની સાથે યાયવરોની સંખ્યા વધશે અને મેળો જામ્યો હોય તેવા દશ્યો સર્જાશે.

ઠંડી પણ ધીમી ગતિએ જોર પકડશે ત્યારે શિયાળાની ઋતુ ભરચક જામવા પહેલાં વિદેશથી ઘણા બધા પક્ષીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. જેનો હેતુ સુરક્ષિત રીતે બચ્ચા આપવાનો હોય છે આવા યાયાવર પક્ષીઓ હવે રાજ્યના પાટનગરમાં પણ મોટી સંખ્યામાં દેખાવા લાગ્યા છે શહેરની નજીક આવેલા જીઈબી કોલોનીના એશપોન્ડ અને પાટનગર નજીક આવેલા લવારપુર ગામના તળાવ અને પ્રકૃતિ ઉદ્યાનમાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા છે.

વર્ષે સયમગળા દરમિયાન વિદેશી પક્ષીઓ રાજ્યના પાટનગરની મુલાકાત અચુકપણે લેતા અને મહેમાન બનતા જોવા મળે છે. વર્ષે પણ વિદેશી પક્ષીઓ અહીં આવવાનું ચુક્યા નથી. રાજ્યના વન તંત્ર દ્વારા પક્ષીઓના નિરીક્ષણ માટે શિબીરોનું આયોજન કરવામાં આવે છે. તેમાં પક્ષી વિદોને હાજર રાખીને દરેક પક્ષી અંગેની રસપ્રદ માહિતી આપવામાં આવતી હોય છે. ગાંધીનગરનાં ઉપરોકત સ્થળોએ જ્યાં યાયાવરનો મેળો જામવા લાગ્યો છે.

પક્ષીઓના શિકારની

વાતો પણ ઉડતી રહે છે?

પક્ષીઓનાશિકારની વાતો પણ ઉડતી રહે છે વિદેશી પક્ષીઓમાં ઘણા બધા પ્રકારની પ્રજાતીઓ જોવા મળે છે. અને પક્ષીઓ અમુક સ્થળે દેખાતા હોય છે. જ્યાં માનવી અને શિકારી પશુ-પક્ષીઓની અવર-જવર ખુબ ઓછી હોય તેવા સ્થળો યાયાવર પસંદ કરે છે. પક્ષીઓના શિકારની વાતો પણ ઉડતી રહે છે. પરંતુ પુરાવાના અભાવે કોઇ કાર્યવાહી થઇ શકતી નથી.

ગાંધીનગરમાં શિયાળાની ઋતુમાં વિદેશી યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે.

સેંકડો વિદેશી યાયાવરો પાટનગરના મહેમાન બન્યા

અન્ય સમાચારો પણ છે...