તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | ગાંધીનગરનાંખોરજ કન્ટેનર ડેપો પાસેનાં ખાનગી ગોડાઉનમાંથી ગત તા

ગાંધીનગર | ગાંધીનગરનાંખોરજ કન્ટેનર ડેપો પાસેનાં ખાનગી ગોડાઉનમાંથી ગત તા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરનાંખોરજ કન્ટેનર ડેપો પાસેનાં ખાનગી ગોડાઉનમાંથી ગત તા 24મીની રાત્રે ચૂંટણી ટાણે વિપુલ પ્રમાણમાં 5460 પેટી દારૂ પકડાયો હતો. પરંતુ પોલીસને એક પણ આરોપી હાથ લાગ્યો નહોતો. એસપી દ્વારા ગુનાનાં આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા અડાલજ પોલીસની સાથે એસઓજી તથા એલસીબીને પણ જોડી છે. તેમ છતા 5 દિવસ બાદ પણ એક પણ આરોપી પોલીસ પકડી શકી નથી. આરોપીઓ ઘરેથી પણ ગાયબ થઇ ગયા હોવાનું પોલીસ જણાવી રહી છે. પોલીસ દ્વારા રૂ. 2.20 કરોડનાં દારૂ સાથે 6 વાહનો પણ પકડ્યા હતા. જેનાં નંબરનાં આધારે આરોપીઓ સુધી પહોચવુ અઘરૂ નથી.

2.20 કરોડનાં દારૂ કેસ: હજુ આરોપી પકડાયો નથી

અન્ય સમાચારો પણ છે...