તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરની મહિલાનું સ્વાઇન ફ્લુથી મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાનીઠંડી વધવા સાથે સાથે ગાંધીનગર જિલ્લામાં સ્વાઇન ફ્લુનાં કેસો ફરી સામે આવવા લાગ્યા છે. બે દિવસ પુર્વે કડીથી ગાંધીનગરમાં દિકરીના ઘરે આવેલા 57 વર્ષિય મહિલાને સ્વાઇન ફ્લુ પોઝીટીવ આવતા સઘન સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે સેકટર 14માં રહેતા એક 47 વર્ષિય મહિલાને 11 દિવસ પુર્વે તાવ આવતા સારવારમાં ખસેડાયા હતા. તબીયત વધારે ખરાબ થતા અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા જયાં સ્વાઇન ફ્લુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી અને મહિલાનું મોત થતા ગાંધીનગર આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી તેજ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...