તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • મા નર્મદા પરિક્રમા સેવા સંઘની નર્મદાના કિનારાના 7 બેટને વિકસાવવા રજુઆત

મા નર્મદા પરિક્રમા સેવા સંઘની નર્મદાના કિનારાના 7 બેટને વિકસાવવા રજુઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંઘે વિવિધ 21 મુદ્દાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત કરી

નર્મદાકિનારે આદિવાસી અને માછીમારો વસવાટ કરે છે અને નર્મદા માછીમારોને જીવન વ્યવહાર નૌકા દ્વારા મચ્છી પકડીને પોતાનું જીવન ગુજારે છે. પરંતુ છેલ્લા 1 વર્ષથી ગરૂડેશ્વર પાસે ચેક ડેમ બંધાતા તેમાંથી પાણી છોડવામાં આવતાં, નદી કિનારાના પુરાતન તિર્થ સ્થળોને અને ભક્તોમાં શ્રદ્ધા સ્થળો નર્મદાના પ્રવાહથી વંચી થઇ ગયા છે. ત્યારે નર્મદાના કિનારાના 7 બેટોનો વિકાસ થાય તે માટે મા નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખિતમાં રજુઆત કરી છે. વિસ્તારનો જલદી વિકાસ થાયે તેવી માંગ કરાઇ છે.

પરિક્રમા સેવા સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, મા નર્મદા કિનારાના પૂર્વ પશ્ચિમના કિનારાના ગામોને જોડાવા માટે રંગ સેતુ સિવાય બીજો એક પણ પુલ આવેલો નથી. બાબતે માલસર-અસા ગામને જોડતો પુલ, મોટી કોરલથી ભાલોદ ગામને જોડતો પુલ બનાવવો, નર્મદા કિનારાના પૂર્વ-પશ્ચિમ કિનારાના ગામોના તિર્થ સ્થાનોએ નદીના ઘાટની આજુબાજુ પિચીંગ પથ્થર તથા રીવર એક્સોટીકા ચોપાટી બનાવવી તથા સાત બેટો જેવા કે અલીયા બેટ, દિવા બેટ, વ્યાસ બેટ અને બાગ બગીચા સહિત ખાતે ભારત માતાજીનું મંદિર બનાવવું તેમજ બેટમાં જવા રસ્તા પુલનું નિર્માણ કરવું, તિર્થ સ્થળોએ પે એન્ડ યુઝ શૌચાલય બનાવવું, નારેશ્વર પાસે આવેલા પી ડબલ્યુ ડી રેસ્ટ હાઉસને સર્કિટ હાઉસ બનાવી તેમજ આસપાસની જમીન ખાડા ટેકરાવાળી હોવાથી તેનો વિકાસ કરવા સહિતના મુદ્દાઓ મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...