સીસીટીવી કેમેરા લગાવવા બદલ વેપારી સામે ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંજાહેર સ્થળો તથા શોપીંગ્સ અને દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. શનિવારે ગાંધીનગર એલસીબી દ્રારા સેકટર 22માં તપાસ હાથ ધરવામાં આવતા પોતાની દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવનાર 6 વેપારીઓને ઝપેટમાં લઇને તેમની સામે જાહેરનામાં ભંગની ફરીયાદ નોંધાવી હતી. જાહેરનામાં અંતર્ગત સેકટર 22માં તપાસ કરવામાં આવી હતી. જેમાં અશોક ટેડર્સનાં માસીત નવનીત રણછોડભાઇ પટેલ, બટુક સ્વીટ માર્ટનાં માલીત કિર્તિભાઇ કાંતીલાલ સુખડીયા, જે વી જ્વેલર્સનાં માલીક વિનોદભાઇ ચુનીલાલ સોની, પાયલ સ્ટેશનરીનાં માલીક પ્રવિણભાઇ અંબાલાલ પટેલ, વાળીનાથ ફર્નિચરનાં માલીક પ્રભાતભાઇ અર્જુનભાઇ દેસાઇ તથા વિપુલ સાયકલ સ્ટોરનાં માલીક નિતીનભાઇ દિનેશચંદ્ર શાહ સામે સીસીટીવી કેમેરા લગાવવા સબબ સેકટર 21 પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...