સાયન્સ સેમ.4ની ઉત્તરવહી અવલોકન પ્રક્રિયા હાથ ધરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયન્સ સેમ.4ની ઉત્તરવહી અવલોકન પ્રક્રિયા હાથ ધરાશે

ગાંધીનગર |માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 4માં રૂબરૂ અવલોકા કરવા વિદ્યાર્થીઓ પાસે અરજી મંગાવાઇ હતી. ત્યારે પ્રક્રિયા આગામી 23 અને 24 જૂનના રોજ યોજાશે. અરજી કરનાર વિદ્યાર્થીઓના ઘરે કોલ લેટર મોકલવામાં આવ્યા છે. જો કોઇ વિદ્યાર્થીને ના મળે તો તેઓ avalokan.gseb.org તથા www.gseb.org પરથી ડાઉનલોડ કરી શકે છે તેમ બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...