વરસાદ બાદ રોગચાળો વકરતો રોકવા આરોગ્ય તંત્રની કવાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4278 ખાબોચીયામાં ઓઈલ રેડ્યું, 2661 ઘરમાં પાણી ભરેલા પાત્રો ખાલી કરાવ્યા, અનેક સ્થળે ઘાતક ડેન્ગ્યુ મળી આવ્યાં

ઘાતક ડેન્ગ્યુ મલેરિયાનાં લારવાં મળી આવતાં તંત્ર સજાગ બન્યું

ગાંધીનગરજિલ્લામાં મેલેરીયા વિભાગ દ્વારા વરસાદ પહેલા તથા પ્રથમ વરસાદ બાદ મેલેરીયા અટકાવવા હાઉસ ટુ હાઉસ સર્વે ઝુંબેશ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણીનાં ખાબોચીયા ભરાયા છે તથા ખુલ્લામાં પડી રહેતા પાત્રોમાં પણ પાણી ભરાયા છે. આવા સંજોગોમાં મેલેરીયા તથા ડેન્ગ્યુનાં કેસો વધવાની તૈયારી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા 4 હજારથી વધુ ખાબોચીયામાં ઓઇલ રેડવામાં આવ્યુ છે.

આરોગ્ય વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સતત 7 દિવસ સુધી ખાબોચીયા, કુંડા કે કાટમાળ સહિતની જગ્યાઓ પર પાણી ભરાયેલા રહે તો સમયગાળામાં મચ્છરોએ મુકેલા ઇંડા મચ્છર બનીને કામ શરૂ કરી દેશે. ત્યારે પાણી ભરાયેલા ખાબોચીયા તથા તળાવમાં ઓઇલ નાંખવુ જરૂરી છે. પાણી પર બનતા ઓઇલનાં પડથી ઓક્સીજન મળતા લારવા વિકસી શકતા નથી. જયારે જયાં નાના પાત્રોમાં પાણી ભરાયુ હોય તે ખાલી કરવા જરૂરી છે. શહેરી તંત્ર દ્વારા 4278 ખાબોચીયા તથા નાના તળાવોમાં ઓઇલ નાંખવામાં આવ્યુ છે. 2661 ઘરોની મુલાકાત લઇને વરસાદી પાણીથી ભરેલા 4258 પાત્રો તપાસ કરી ખાલી કરાવવામાં આવ્યા છે. 142 સ્થળો પરથી ઘાતક ડેન્ગ્યુની બિમારી ફેલાવતા એડીસ ઇજીપ્ત મચ્છરનાં લારવા નાશ કરવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તો કામગીરી કરવામાં આવી રહી છે પણ નાગરીકો પણ બાબતે જાગૃત થાય તેવી અપીલ છે. ઘરની આસપાસ કયાં પાણી ભરાયા હોય તો બળેલુ ઓઇલ નાંખે અને પાણી ભરાય તેવા પક્ષીનાં કુંડા સહિતનાં પાત્રોને ખાલી કરી નાંખવામાં આવે અને ફરી પાણી ભરાય તે રીતે રાખી દેવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...