61 વર્ષની ઉમરે 25મી હાફ મેરેથોન દોડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવનની પ્રથમ હાફ મેરેથોન 2.52 મિનિટમાં પૂર્ણ કરનાર ગાંધીનગરના રનર જગતભાઇ કારાણીએ 61 વર્ષની ઉંમરે જીવનની 25મી હાફ મેરેથોન 2.22 મિનિટમાં પૂર્ણ કરી હતી. યોગાનુયોગ એ રહ્યો કે પ્રથમ અને 25મી મેરેથોન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાઇ હતી. ગત 26મી જાન્યુઆરીએ પ્રમાણપત્ર સાથે કલેક્ટરના હસ્તે સન્માન મેળવી ચૂકેલા વડિલો માટે આરોગ્ય સાચવવાના મુદ્દે દાખલારૂપ બની રહેલા સિનિયર સિટીઝન જગતભાઇએ કહ્યું કે 21.10 કિલોમીટરની હાફ મેરેથોન બાદ હવે ફૂલ મેરેથોન દોડવા માટેની તૈયારીમાં લાગી ગયા છ. ફોટો - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...