• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • નાંદોલ ત્રણ રસ્તાથી કારમાં લઇ જવાતો 22 હજારનો દારૂ અને બિયર પકડાયો

નાંદોલ ત્રણ રસ્તાથી કારમાં લઇ જવાતો 22 હજારનો દારૂ અને બિયર પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરફેર તથા વેચાણ વધવા સાથે પોલીસ ફરી સક્રીય બની છે. ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે દહેગામનાં નાંદોલી ત્રણ રસ્તા પાસે બાતમીનાં આધારે વોચ ગોઠવીને બોલેરો કારમાં લઇ જવાતો રૂ. 22 હજારનો દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂ સાથે સ્થાનિક બે શખ્સોની પણ ધરપકડ કરીને દહેગામ પોલીસને સોપ્યા હતા. દહેગામ પોલીસ ઉંઘતી ઝડપાઇ ગઇ હતી.

ગાંધીનગર એસઓજી કચેરીનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર પીઆઇ પી આઇ સોલંકીની સુચનાથી પીએસઆઇ આર જે કલોતરા તથા બી એમ પટેલ તથા વી કે રાઠોડ તેમની ટીમનાં જવાનો સાથે દહેગામ વિસ્તારમાં સોમવારની પુર્વ રાત્રે પેટ્રોલીંગમાં હતા. ત્યારે દહેગામ-નાંદોલ ત્રણ રસ્તા પરથી પસાર થનારી મહિન્દ્રા બોલેરો કાર નં જીજે 18 એઝેડ 0190માં વિદેશી દારૂ લઇ જવાતો હોવાની બાતમી મળી હતી.

એસઓજી પોલીસે બાતમી આધારે વોચ ગોઠવીને આ બોલેરોને ઝડપી લઇને રૂ.15600ની કિંમતનો 123 બોટલ દારૂ તથા રૂ.7200ની કિંમતનાં 72 બિયર ટીન પકડી પાડ્યા હતા. જયારે આરોપી જાલમસિંહ કાળુસિંહ ચૌહાણ (રહે હરસોલી, મહાદેવવાળો વાસ, તા દહેગામ) તથા મહેન્દ્રસિંહ ગોકળસિંહ ચૌહાણ (રહે હરસોલી, મહાદેવવાળો વાસ)ને ઝડપી લઇને દાર, મોબાઇલ તથા બોલેરો કાર મળીને કુલ રૂ. 3,23,800નો મુદ્દામાલ જપ્ત કરીને દહેગામ પોલીસને સોપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરફેર તથા વેચાણ વધવા સાથે પોલીસ ફરી સક્રીય બની છે. ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે પણ સક્રિયતા દાખવી આ રીતે રેડ પાડવાનું શરૂ કરી દીધુ છે.