ચિલોડા નજીક આઇ-20માં કાર ઘુસી ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરગાસણનાં હિતેષભાઇ ગજ્જર તેમનાં પરીવાર સાથે અંબાજી દર્શન કરવા ગયા હતા. જયાંથી રવિવારે સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે ચિલોડા પાસે હોટેલ પુરોહીત સામે હિતેષભાઇએ પોતાની હ્યુન્ડાઇ આઇ 20 કાર રોડ સાઇડમાં પાર્ક કરીને પરીવાર સાથે જમવા ગયા હતા.

આ દરમિયાન રોડ પર ધડાકાનો અવાજ સાંભળતા જોયુ તો રોડ સાઇડમાં પાર્ક તેમની જ કારમાં સ્ક્વોડાનાં ચાલકે પોતાની કાર ઘુસાડી દીધી હતી. લોકો ત્યાં પહોચે ત્યાં સુધીમાં સ્કવોડાનો ચાલક કાર મુકીને નાસી ગયો હતો. હિતેષભાઇની કારને નુકશાન થતા ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સ્ક્વોડા કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...