• Gujarati News
  • ઓઝોન ડે : શાળાના વિદ્યાર્થી માટે સે 30માં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

ઓઝોન ડે : શાળાના વિદ્યાર્થી માટે સે-30માં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રવિશ્વમાં 16 સપ્ટેમ્બરે ઓઝોન ડે તરીકે ઉજવવામાં આવે છે. પૃથ્વીનાં વાયુ મંડળમાં આવેલા ઓઝોનનું પડ જીવ સૃષ્ટી માટે મહત્વની ભૂમિકા ભજવે છે. માનવીય વિકાસ અને પર્યાવરણને થતાં નુકશાનના કારણે પડને નુકશાન થઇ રહ્યું છે. તેની જાળવણી માટે સંસ્થાઓ અને સરકાર સંભવ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (ગેમી) દ્વારા સેક્ટર 30માં આવેલા ટીઆરઓ સંકુલમાં ઓઝોન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા વિદ્યાર્થીઓ માટે વિવિધ જેવી કે ક્વિઝ કોમ્પિટીશન, પોસ્ટર પ્રેજન્ટેશન, સ્લોગન રાઇટિંગ અને વકૃત્વ સ્પર્ધાઓમાં 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ગાંધીનગર ઉપરાંત અન્ય વિસ્તારના સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત સેક્ટર 23ના નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે ઓઝોન ડે નિમિત્તે વિવિધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા, જનજાગૃતિ અભિયાન વગેરે કાર્યક્રમો યોજાયા હતાં.

પ્રસંગે ગેમીના ડાયરેક્ટર ડૉ. સંજીવ ત્યાગીએ વિદ્યાર્થી અને શ્રોતાઓને જણાવ્યું હતું કે ગેમી દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધામાં આટલી મોટા સંખ્યા વિદ્યાર્થીમાં હાજરી પર્યાવરણ મુદ્દે જાગૃતિ ફેલાવવીની પ્રવૃતિ વેગ પકડી રહી છે. મને આશા છે કે આગળ જતાં સંસ્થા સંશોધન સાહિત્યની પ્રવૃતિની પર્યાવરણના જતન અને સંવર્ધનમાં મોટો સહયોગ આપશે. વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે પારજાંબલી કિરણોથી રક્ષણ માટે ઓઝાનનું પડ જરૂરી છે. પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલ જણાવ્યું કે ઓઝોન ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો છે. બાબત પર્યાવરણના જતનના સંદર્ભમાં એક શુભ સંકેત છે. પૃથ્વી પર જીવન ટકાવી રાખવા ઓઝોનના સ્તરનું સંરક્ષણ જરૂર છે.કાર્યક્રમમાં સમાપન પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ, અગ્ર સચિવ પુનમચંદ પરમાર અને સમાજ સેવક સોમાભાઇ મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.