મેયર અને ધારાસભ્યનાં ઘરનો ઘેરાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંનોટબંધીને 19 દિવસ થયા છે. ત્યારે વિપક્ષ દ્વારા નોટબંધીના વિરોધમાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘જન આક્રોશ સપ્તાહ’ અંતર્ગત આંદોલનાત્મક કાર્યક્રમોની ઘોષણા કરાઇ છે. જેના ચોથા દિવસે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા સેકટર 7માં રહેતા ગાંધીનગર ઉત્તરના ભાજપના ધારાસભ્ય અશોકભાઇ પટેલના નિવાસે ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ રૂ. 500 અને 1000 નોટો બદલાવવા આવ્યા હતાં. પરંતુ ઘરે ધારાસભ્ય હોવાથી પરત ફરવું પડ્યુ હતું.

શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ‘જન આક્રોશ સપ્તાહ’ના ભાગરૂપે રૂપિયા 500 તથા 1000ની નોટો બદલવા માટે 150 જેટલા કાર્યકરો ધારાસભ્યના નિવાસ તરફ ધસી ગયા હતા. નોટબંધી અંગે ધારાસભ્યના આંગણે કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે તેમને ઘર તરફ જતાં રોક્યા હતા.

પ્રજાએ નિર્ણય સ્વીકાર્યો છે : મેયર

^મેયર પ્રવિણભાઇ પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારના રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણયને પ્રજાએ સ્વીકારી લીદો છે, દેશમાં ક્યાંય કોઇ પ્રકારે વિરોધ થયો નથી ત્યારે કોંગ્રેસ પક્ષે પણ નિર્ણયનો સ્વીકાર કરીને પ્રજાની લાગણીને અને કેન્દ્રના નિર્ણયને સ્વીકારી લેવો જોઇએ.

સામાન્ય પ્રજાને નોટબંધીથી કોઇ સમસ્યા નથી: ધારાસભ્ય

^ભાજપના ધારાસભ્ય અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસને સામાન્ય નાગરિકની પડી નથી. તકલીફ એવા લોકોને પડી છે, જેની પાસે કાળું નાણું છે. સામાન્ય પ્રજાને નોટબંધીથી કોઇ સમસ્યા નથી થઇ. જેની પાસે કાળું નાણું હશે તે મારી ઘરનો ઘેરાવો કરવા આવ્યા હોય તેમ લાગે છે.

કોંગ્રેસ દ્વારા ‘જન આક્રોશ સપ્તાહ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકરોએ રવિવારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અશોકભાઇ પટેલના ઘરનો ઘેરાવ કર્યો હતો. તસ્વીરધાર્મિક ચૌહાણ

નોટબદલી માટે કાર્યકરો નેતાઓના ઘરે પહોંચ્યાં

ગાંધીનગરમાં નોટબંધી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નેતા અને કાર્યકરોની અટકાયત

અન્ય સમાચારો પણ છે...