• Gujarati News
  • કાર્બાઇડથી પકવેલી 105 કિલો કેરીનો નાશ કરાયો

કાર્બાઇડથી પકવેલી 105 કિલો કેરીનો નાશ કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાંકાર્બાઇડથી પકવેલી કેરીના વેચાણના દુષણને ડામવા ફરીવાર મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે મેદાને ઉતરીને ગેરકાયદે પકવેલી 105 કિલો કેરીનો જથ્થો પકડી પાડીને તેનો નાશ કરવાની સાથે આવી કેરી વેચતા અને પકવતા 6 વેપારીઓને ~ 22 હજારનો દંડ ફટકાર્યો હતો. બીજી તરફ પાણીપુરી અને દાબેલીની લારીઓ પર ધોંસ બોલાવવામાં આવી હતી. તેના 25 વેપારીઓનાં લારી ગલ્લા પર તપાસ કરીને અખાદ્ય 37 કિલો સામગ્રી પકડી પાડીને તેનો નાશ કરવાની સાથે વેપારીઓ પાસેથી દંડ પેટે ~ 3,900ની વસૂલાત કરવામાં આવી હતી. કાર્બાઇડથી પકવેલી કેરીનું વેચાણ કરતા પકડાયેલા વેપારીઓમાં ચરેડી છાપરા વિસ્તારના વેપારીઓ રમેશ બી દંતાણી, જીલુ જી દંતાણી, શંકર એમ દંતાણી અને રમણ એસ દંતાણીને દરેકને ~ 5 હજાર દંડ કરાયો હતો. જ્યારે સેક્ટર 30 વિસ્તારના અલ્પેશ ડી પટ્ટણી અને પપ્પુ સી પટ્ટણીને ~ 1-1 હજાર દંડ કરાયો હતો.