તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • વાવોલ ઉવારસદ માર્ગ પર જીપ અડફેટે બાઇક ચાલક આધેડનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવોલ - ઉવારસદ માર્ગ પર જીપ અડફેટે બાઇક ચાલક આધેડનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાંજીવલેણ અકસ્માતો અટકાવવા પોલીસ દ્વારા ફરજીયાત હેલ્મેટ ઝુંબેશ તથા ટ્રાફિક અવેરનેશની દિશામાં પગલા લેવા છતા જીવલેણ અકસ્માતો સામે આવતા રહે છે. ત્યારે રવિવારે બપોરનાં સુમારે ઉવારસદનાં રહેવાસી 50 વર્ષિય આધેડનાં બાઇક તથા સામેથી આવતી બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક આધેડનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. બનાવમાં અડાલજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લામાં બે દિવસમાં બે જીવલેણ માર્ગ અકસ્માત સામે આવ્યા છે. બંને બનાવોમાં બાઇક-સ્કુટર ચાલકોનાં માથામાં ગંભીર ઇજાનાં પગલે મોત થયા છે. અકસ્માતનો ભોગ બનનાર બંને ચાલકોએ હેલ્મેટ નહોતા પહેર્યા. જેના કારણે માથામાં ગંભીર ઇજાનાં પગલે મોત થયા છે. શનિવારની પુર્વ રાત્રે સિવિલ હોસ્પીટલ પાસે રીક્ષા અડફેટે સેકટર 6નાં રહેવાસી પોપટજીનું મોત થયુ હતુ. જયારે રવિવારે ઉવારસદ પાસે ઘટના સામે આવી હતી. અડાલજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર ઉવારસદ ગામનાં રહેવાસી રઇજીજી રામાજી ઠાકોર બપોરે બે વાગ્યાનાં અરસામાં પોતાનું બાઇક લઇને વાવોલ-ઉવારસદ માર્ગ પર એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ઉવારસદ ગામ તરફ જવા માટે બાઇકને વાળતા સામેથી આવતી બોલેરો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં રઇજીજીને માથાનાં તથા શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ ઉવારસદ આઉટ પોસ્ટનાં જમાદાર નરેન્દ્રભાઇને થતા સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે સ્થળ પર પંચનામુ કરીને રઇજીજીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલમાં લવાયો હતો.

આધેડે બાઇકને વાળતા સામેથી આવતી બોલેરો સાથે ટકરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો