Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આઇટીઆઇમાં જિલ્લાકક્ષાના ‘વર્લ્ડ સ્કીલ ડે’ની ઉજવણી થઈ
ઔધોગીકતાલીમ સંસ્થામાં‘ વર્લ્ડ સ્કીલ ડે’ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રોજેક્ટ અને જોબનું પ્રદર્શન યોજાયુ હતું. જેમાં પુરૂષ અને મહિલા આઇટીઆઇના 40 વિદ્યાર્થીઓ દ્વારા એપીએમ સિક્યુરીટી, સોલાર પાવર, ટ્રેડ જોબ અને ફેશન તથા પેન્ટીંગ ટ્રેડ સહિતના પ્રોજેકટ રજુ કર્યા હતાં. પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર સતિષ પટેલ અને મનપાના કોર્પોરેટર કાર્તિકભાઇ પટેલ અને આચાર્ય બીઆર વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં યુવાનો માટે સ્કીલ ડેવલોમેન્ટ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. યોજનાથી વિદ્યાર્થીઓને શાળામાં સ્કિલ અંગેની ટ્રેનીંગ મળે તેમાટે પ્રયાસો થઇ રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના સેકટર 15 સ્થિત ઔધોગીક તાલીમ સંસ્થાનામાં જિલ્લા કક્ષાના‘ વર્લ્ડ સ્કિલ ડે’ની ઉજવણી કરાઇ હતી. ઉજવણીના ભાગરૂપે કેમ્પસમાં 40 વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ અને જોબ વર્કનું પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શન પાછળનો ઉદ્દેશ નવા અવનાર વિદ્યાર્થીઓની સ્કિલ વિકસાવવા અને નવા પ્રોજેક્ટો બનાવવા માટેની પ્રેરણા આપવાનો હતો. પ્રસંગે જિલ્લા કલેકટર સતિષ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓના પ્રોજેકટ અને જોબ નિહાળ્યા હતાં અને જણાવ્યુ કે વિદ્યાર્થીઓ જે પ્રોજેક્ટ બનાવ્યા છે,તે ખુબ સરસ છે. વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ જ્ઞાનનો ઉપયોગ કરીને જે પ્રોજેક્ટ બનાવ્યા તે સરાહનીય છે. ભવિષ્યમાં નવી આવનારી ટેકનોલોજી સાથે તેનો વિકાસ પણ થશે.
સેકટર 15 સ્થિત આઇટીઆઇમાં જિલ્લા કક્ષાના વર્લ્ડ સ્કીલ ડે’ની ઉજવણી કરાઇ હતી. તસવીર-ધાર્મિકચૌહાણ
બે આઇટીઆઇના વિદ્યાર્થીઓ દ્વારા 40 પ્રોજેક્ટ અને જોબનું પ્રદર્શન યોજ્યું