તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ઇન્દ્રોડા પાર્કમાં વાઘની નવી જોડી લાવવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને અરજી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્દ્રોડા પાર્કમાં વાઘની નવી જોડી લાવવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને અરજી કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટનગરનીપડખે સાબરમતીની કોતરોમાં આવેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનનાં પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલી વાઘણ નિધીનું શનિવારે સવારે વૃધ્ધા અવસ્થાને કારણે મોત થયુ છે. વર્ષ 2013માં નિધી સાથે લવાયેલા વાઘ ગૌરવનું મોત થયુ હતુ. ગૌરવ તથા નિધીનાં મોત બાદ ઇન્દ્રોડા પાર્ક વાઘ વિહોણુ બનતા મુલાકાતીઓ નિરાશ થયા છે. ત્યારે ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્કમાં ફરી વાઘને લાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રાજય વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સંચાલિત સેન્ટ્રલ ઝુ ઓથોરોટી પાસે વાઘની માંગણી કરવામાં આવનાર છે.

ગાંધીનગરનો ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ઇકોલોજીનાં સમન્વય સમાન છે. વૃક્ષ વનસ્પતી તથા પ્રાણી-પક્ષીઓની જુદી જુદી પ્રજાતીઓને નિહાળવા તથા અભ્યાસ માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કમાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પાર્કમાં સુધારો થયો નથી. પાર્કનાં ઝુમાં ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2009માં વાઘ ગૌરવ તથા વાઘણ નિધીની જોડી લાવવામાં આવી હતી. જેમાં વર્ષ 2013માં વાઘ ગૌરવનુ વૃધ્ધા અવસ્થાનાં કારણે મોત થયા બાદ વાઘણ નિધી એકલી રહી હતી. શનિવારે વાઘણ નીધીનું પણ વૃધ્ધત્વનાં કારણે 19 વર્ષની ઉમરે મોત થયુ છે. જેના કારણે ઇન્દ્રોડા પાર્ક વાઘ વિહોણો બની જતા પાર્કનાં આકર્ષણમાં ઘટાડો થવાની શકયતા છે. ત્યારે ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્કમાં ફરી વાઘને વસાવવા માટે પાર્ક સત્તાધીશો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

ગીર ફાઉન્ડેશનનાં ડીરેક્ટર આર ડી કંમ્બોઝ સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે પાર્કમાં ફરી વાઘ વસાવવામા આવશે. જેના માટેની જરૂરી પ્રોસેસ કરવામાં આવનાર છે. ફાઉન્ડેશન દ્વારા વન વિભાગનાં ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડને ઓફીસરને પ્રપોઝલ મોકલ્યા બાદ તે પ્રપોઝલ સેન્ટ્રલ ગવર્મેન્ટને મોકલવામાં આવે છે. પ્રપોઝલ કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ઝુ ઓથોરીટીને સોપ્યા બાદ ઝુ ઓથોરીટી કયાં ઝુમાં કેટલા વાઘ છે તે દિશામાં તપાસ કરે છે. કોઇ ઝુમાં વઘારે વાઘ હોય તો તે પ્રમાણે વ્યવસ્થા કરીને આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો