તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારમાં ધસી આવેલા ત્રણ શખ્સનો યુવાન પર હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં સામાન્ય બાબતે મારા મારી થવાની ઘટનાઓ પ્રતિદીન વધી રહી છે. ત્યારે શનિવારની સાંજે વાવોલ પાસેથી કાર લઇને પસાર થઇ રહેલા વાવોલનાં યુવાનને અલ્ટો કારમાં આવેલા 3 શખ્સોએ રોકાવીને કાર કેમ સરખી ચલાવતો નહી કહીને લાકડીઓથી હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. હુમલાખોરો કારનાં કાચ તોડીને માર મારીને ફરાર થઇ જતા ભોગ બનનાર યુવાને સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

સેકટર 7 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર પાસેનાં વાવોલ ગામની ચંદ્રલોક સોસાયટીમાં રહેતો યુવાન જીજ્ઞેશ જગદીશભાઇ કટારા શનિવારની સાંજે 8 વાગ્યાનાં અરસામાં પોતાની કાર લઇને વાવોલ-ઉવારસદ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે અલ્ટો કાર નં જીજે 1 એએમ 2237નાં ચાલકે પોતાની કાર રોકીને જીજ્ઞેશને અટકાવ્યો હતો. અલ્ટોનાં ચાલક તથા પાછળની સીટ પર બેઠેલા બે શખ્સોએ લાકડીઓ સાથે કારમાંથી ઉતરીને કાર કેમ સરખી ચલાવતો નથી તેમ કહીને જીજ્ઞેશ પર લાકડીઓથી હુમલો કરતા ઇજાઓ પહોચી હતી. જયારે શખ્સોએ જીજ્ઞેશની કાર પર લાકડીઓ વરસાવીને કાર તોડી નાંખી ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો