તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરઢવ સીમમાં જુગારની બાજી ખેલતા 5 પકડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેથાપુરપોલીસની ટીમે રવિવારની પુર્વ રાત્રે સરઢવ સીમમાં એક બોરકુવા પર જુગાર રમી રહેલા સરઢવનાં 5 શખ્સોને રૂ. 10,720ની રોકડ સાથે ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ સામે જુગારાધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર ડીવીઝનનાં ડીવાયએસપી વી જે પટેલની સુચનાથી પેથાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઇ એલ એસ ચૌધરીને સોપવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતાની સાથે પીએસઆઇની ટીમે જુગાર પકડ્યો છે. પ્રાપ્ત વિગતોનુંસાર સરઢવ ગામની સીમમાં આવેલા સાંકાભાઇ જોઇતાભાઇ પટેલનાં બોરકુવા પર જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી પીએસઆઇ ચૌધરીને મળી હતી. જેના આધારે પીએસઆઇએ પોતાની ટીમનાં જવાનો ધર્મેન્દ્રસિંહ, ભરતભાઇ, પીસી ધર્મેન્દ્રસિંહ તથા બેચરભાઇને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જેમાં જીજ્ઞેશ પટેલ, બળદેવ પટેલ, બાબુભાઇ પટેલ, અરવિંદ પટેલ તથા દીલીપ પટેલ (તમામ રહે સરઢવ, તા ગાંધીનગર) જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડોમાં બાજી પરથી તથા જુગારીઓની અંગઝડતી લઇને રૂ. 10720ની રોકડ કબજે કરીને તમામ આરોપીઓને પેથાપુર પોલીસ સ્ટેશન લાવી જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો