તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST વિભાગના ડીઝલ કારકુનનો પેથાપુર સ્થિત ઘરે આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરએસટી ડેપોનાં પુર્વ કર્મચારી પ્રકાશ બાલસરા દ્વારા પેથાપુર સ્થિત પોતાનાં ઘરે ગ‌ળાફાંસો ખાઇને આપઘાત કર્યાની ઘટના થોડા દિવસો બાદ સાણંદ એસટી ડેપોમાં ડીઝલ કારકુન તરીકે ફરજ બજાવતા 38 વર્ષિય યુવાને પેથાપુર સ્થિત પોતાનાં ઘરે ગ‌ળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. પોલીસ પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું ચોક્કચ કારણ જાણી શકી નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગેગરીનની સારવાર ચાલતી હતી. બિમારીથી કંટાળી જઇને આપઘાત કર્યો હોવાની શકયતા છે.

જિલ્લામાં તાજેતરમાં ગળાફાંસો ખાઇને તથા કેનાલમાં કુદીને આપઘાત કરી લેવાનાં બનાવો દુકદેને ભુસકે વધી રહ્યા છે. ત્યારે પેથાપુરમાં રહેતા એસટી કર્મચારીનાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે.

પેથાપુર પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર પેથાપુરનાં સંજરીપાર્કમાં નાસીરભાઇ પરમારનો પરીવાર રહે છે. 38 વર્ષિય નાસીરભાઇ વિરમગામ એસટી ડેપોમાં ડીઝલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તાજેતરમાં વિરગામ ડેપોમાં અધિકારી તથા કર્મચારીઓ વચ્ચે કોઇ બાબતને લઇને માથાકુટ થતા બદલી કરવામાં આવી હતી. જેમાં નાસીરભાઇને સાણંદ મુકવામાં આવ્યા હતા. જયારે જીવી તરફ નાસીરભાઇને ગેંગરીનની બિમારી હોવાથી સારવાર પણ ચાલી રહી હતી. ગેંગરીનની બિમારીને લઇને નાસીરભાઇ રજા મુકીને પેથાપુર સ્થિત ઘરે આવી ગયા હતા. દરમિયાન રવિવારની પુર્વ રાત્રે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ પેથાપુર પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડીગઇ હતી અને પંચનામુ કરી પરીવારજનોનાં નિવેદનો લીધા હતા.

નાસીરભાઇનાં પરીવારમાં પત્નિ તથા એક પુત્ર અને પુત્રી છે. આપઘાત પાછળનું ચોક્કચ કારણ જાણી શકાયુ નથી. પરંતુ પોલીસને તેની સારવારનાં કાગળો મળી આવ્યા છે. ત્યારે બિમારીથી કંટાળી જઇને આપઘાત કર્યાની શકયતા તપાસ કરી રહેલા જમાદાર વિજયસિંહે વ્યક્ત કરી હતી.

બિમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યાની શકયતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો