તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરાતલાવડીની પરણિતા બે પુત્રી સાથે ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરતાલુકામાં આવેલા વિરાતલાવડી ગામમાં રહેતી 21 વર્ષિય પરણિતા તેની બે પુત્રીઓ સાથે અમદાવાદ બેનના ઘરે જવાનુ કહીને નીકળી હતી. જે અમદાવાદ પહોંચી હતી. ત્યારે પરણિતાના પતિએ ડભોડા પોલીસ મથકમા ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

વિરાતલાવડી ગામમાં રહેતી 21 વર્ષિય પુષ્પાબેન રાજેશભાઇ પરમાર બે દિકરી અને પતિ સાથે રહેતી હતી. ત્યારે ગત 24 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં રહેતી તેની બહેનના ઘરે જવાનુ કહીને ઘરેથી બે દિકરીઓ જેમાં 6 વર્ષિય તનુજા અને બીજી દિકરી દિવ્યાને લઇને બપોરે 1 વાગે નિકળી હતી. પરંતુ સાંજ થવા છતા બેનના ઘરે પહોંચી હતી. ત્યારે પતિ રાજેશભાઇએ સગા સબંધીઓને ત્યાં તપાસ કરાવી હતી અને ત્યાંથી પણ કંઇ ભાળ મળતા જાણવા જોગ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...