તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પ્રવાસી શિક્ષકોનંુ ગતકડું કરતા ‘ટેટ’ પાસ ઉમેદવારોમાં ભારે રોષ

પ્રવાસી શિક્ષકોનંુ ગતકડું કરતા ‘ટેટ’ પાસ ઉમેદવારોમાં ભારે રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારીમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ માટે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ભરતી થનાર શિક્ષકને તાસ પ્રમાણે મહેનતાણું આપવામાં આવશે. બીએડ્ અને ટેટ પરીક્ષા પાસ ઉમેદવારોએ પ્રવાસી શિક્ષકોની ભરતી બાબતે રોષ વ્યક્ત કર્યો છે.કાયમી ભરતી નહીં કરવાના કારણે ટેટની પરીક્ષા વાંરવાર આપવી પડશે. પ્રવાસી શિક્ષકોના ગતકડાને બંધ કરી કાયમી ભરતી કરવાની માંગ કરાઇ છે.

સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થઇ રહી છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ના આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેમાં તાસ પ્રમાણે શિક્ષકને મહેનતાણું આપવામાં આવશે. ત્યારે સરકારના નિર્ણય સામે ટેટ સાથે બીએડ્ પાસ ઉમેદવારોમાં રોષ ફાટી નિકળ્યો છે. હાલમાં રાજ્યમાં 55 હજાર જેટલા બીએડ્ પાસ વિદ્યાર્થીઓ બેરોજગારીનો સામનો કરી રહ્યો છે. છતાં સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવતી નથી.

બીએડ્ પાસ વિદ્યાર્થી નરસિંહભાઇ પટેલે પોતાનો રોષ પ્રગટ કરતા કહ્યું કે રાજ્યમાં બીએડ્ પાસ ઉમેદવારોની સંખ્યા 55 હજાર કરતા પણ વધારે છે. તો શા માટે કાયમી ભરતી કરવામાં આવતી નથી. શિક્ષણ અધિનિયમ મુજબ ઉમેદવારની ઓછામાં ઓછી લાયકાત બીએડ્ હોવી જોઇએ. પ્રવાસી શિક્ષકો માટે સ્નાતક લાયકાત રાખવામા આવી છે ત્યારે કેવુ શિક્ષણ આપશે?. ગ્રાન્ટેડ શાળાઓમાં ફક્ત ગરીબ લોકોના બાળકો અભ્યાસ કરે છે

સરકાર અને શાળા સંચાલકોની મીલી ભગતથી બીએડ્ પાસ ઉમેદવારને નુકશાન કરાવાનો કારસો રચવામાં આવી રહયો છે. શાળા સંચાલકો મામા માસીનાને ગોઠવવાનો પેતરો રચી રહ્યાં છે. નહીં તો ટેટ સાથે બીએડ્ પાસ વિદ્યાર્થીઓ હોવા જતાં શા માટે ભરતી કરતા નથી. સરકારે શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરી છે અને તે પ્રમાણપત્રની મર્યાદા 5 વર્ષ રાખવામાં આવી છે. પ્રથમ વખત વર્ષ 2011માં પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે બીજી વખત વર્ષ 2014માં પરીક્ષા લેવામાં આવી છે. પ્રથમ વર્ષમાં ટેટ પરીક્ષા પાસ ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપવી પડશે. સરકાર દ્વારા બેરોજગાર યુવાનો પાસેથી ફીના નામે રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે. પ્રવાસીની જગ્યાએ કાયમી ભરતી કરવાની માંગ કરી છે.

શિક્ષણ અધિનિયમ પ્રમાણે માધ્યમિક શિક્ષક માટે ઓછામાં ઓછી લાયકાત બીએડ્ પાસ હોવી જોઇએ. જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે પ્રવાસી શિક્ષકને કાયમી ધોરણે મદદનીશ શિક્ષક તરીકે લેઇ શકાતા નથી. પ્રવાસી શિક્ષક તરીકે સ્નાતક ઉમેદવારને લઇ શકાય છે.

કામ ચલાઉ ભરતી હોવાથી સ્નાતક ઉમેદવાર લઇ શકાય છે : ડીઇઓ

અન્ય સમાચારો પણ છે...